બોલિવૂડ(Bollywood)ના જાણીતા એક્ટર સંજય ખાન(Sanjay Khan) માત્ર એક સારા એક્ટર જ નથી પરંતુ તે પ્રોડ્યુસર અને ડિરેક્ટર(Producer Director) પણ છે. જબરદસ્ત એક્ટર હોવાની સાથે સાથે તેઓ તેની પર્સનાલિટી માટે પણ જાણીતા હતા. સંજય પ્રોફેશનલ લાઈફને લઈને જેટલા ચર્ચામાં નથી આવ્યા તેટલા તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. સંજયે બે લગ્ન કર્યા પરંતુ બંને લગ્ન સફળ થયા ના હતા. તેણે પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન સાથે તેના બીજા લગ્ન કર્યા હતા પરંતુ પછીથી તેની સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ હતી. આજે સંજય ખાનનો બર્થડે(Sanjay Khan Birthday) છે, ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
સંજય ખાનનો જન્મ 3 જાન્યુઆરી 1941ના રોજ બેંગ્લોરમાં થયો હતો. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાન સંજયના મોટા ભાઈ હતા. અભિનેતા ફિરોઝ ખાન પોતે એક સારા નિર્માતા-દિગ્દર્શક હતા. તેણે ‘ધર્માત્મા’ અને ‘કુર્બાની’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી. સંજયના બે નાના ભાઈઓ સમીર અને શાહરુખે સિનેમા સિવાય બિઝનેસની કરિયર પસંદ કરી છે. જ્યારે તેમના બીજા ભાઈ અકબર ખાને ‘તાજમહેલઃ એન એટરનલ લવ સ્ટોરી’ જેવી ભવ્ય ફિલ્મ બનાવી હતી. સંજય જ્યારે નાનો હતો ત્યારે તેણે વિચાર્યું હતું કે તેને માત્ર એક્ટિંગમાં જ કરિયર બનાવવી છે.
સંજયે 1964માં ચેતન આનંદની યુદ્ધ ફિલ્મ ‘હકીકત’માં એક સૈનિકનું નાનકડું પાત્ર ભજવીને તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ‘દોસ્તી’માં સહાયક અભિનેતા તરીકે કામ કર્યું. આ પછી તેને સતત ફિલ્મો મળવા લાગી અને આ ફિલ્મોએ તેને સ્ટારનો દરજ્જો પણ અપાવ્યો હતો. આ દરમિયાન તેણે ‘દસ લાખ’, ‘એક ફૂલ દો માલી’, ‘ઇંતકામ’, ‘શર્ટ’, ‘મેલા’, ‘ઉપાસના’, ‘ધુંડ’ અને ‘નાગિન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પછી તેને ડાયરેક્શનમાં ડેબ્યું કર્યું હતું. તેણે પોતે વર્ષ 1977માં ‘ચાંદી સોના’માં એક્ટિંગ કરી અને તેનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે રાજ કપૂર અને પરવીન બાબી હતા. દિગ્દર્શક તરીકેની તેમની છેલ્લી ફિલ્મ હતી ‘કાલા ધંધા ગોરે લોગ’.સિનેમા સિવાય તેમણે ટીવીમાં પણ કામ કર્યું હતું અને ઐતિહાસિક ટેલિવિઝન નાટક શ્રેણી ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’માં તેઓ પોતે અભિનય કરતા હતા અને દિગ્દર્શન પણ કરતા હતા.
તેના શૂટિંગ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. 1989માં તેના સેટમાં આગ લાગી હતી. આ આગમાં લગભગ 40 ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા. સંજય પોતે પણ ખરાબ રીતે દાઝી ગયો હતો. તેણે 71 સર્જરી કરી અને પછી તેનો જીવ બચી ગયો. તેના સ્વસ્થ થયા પછીશૂટિંગ ફરી શરૂ થયું અને તે 1990 થી 1991 દરમિયાન દૂરદર્શન પર પ્રથમ વખત પ્રસારિત થયું.
સંજયે બે લગ્ન કર્યા હતા. તેણે ઝરીન ખાન સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. તેમને તેમનાથી ત્રણ પુત્રી અને 1 પુત્ર હતો. હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન સંજયની પુત્રી છે અને અભિનેતા ઝાયેદ ખાન પણ સંજયનો પુત્ર છે. પોતાની પહેલી પત્નીને છોડ્યા પછી સંજયે 30 ડિસેમ્બર 1978ના રોજ એક ખાનગી સમારંભમાં ઝીનત અમાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં. ઝીનતને સંજયે એક વખત મારી હતી અને ત્યારબાદ ઘરેલુ હિંસાથી કંટાળીને તેણે અલગ થવું પડ્યું હતું. આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર હુમલો, ટ્વીટ કરીને આપી જાણકારી
આ પણ વાંચો : AR Rahmanની દીકરી ખતીજાએ કરી સગાઈ, થનારા શૌહરની તસ્વીર શેર કરી