સંજ્ય દત્તે પોતાની દીકરીનો ફોટો સોશિયલ મિડીયામાં લગાવ્યો તો પણ લોકો ભડક્યાં, જાણો કેમ?

અભિનેતા સંજય દત્તને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો છે. સંજ્ય દત્તે જ્યારે પોતાની દિકરી સાથે ફોટો શેયર કર્યો ત્યારે અમુક લોકોએ તેમને પ્રશ્નો કરી ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ નિમિત્તે પોતાની અન્ય દિકરીની યાદ અપાવી હતી. બોલીવુડના સંજ્ય દત્ત હંમેશા પોતાના પારિવારીક મુદ્દાઓને લઈને ચર્ચામાં જ રહેતાં હોય છે. તેમની સાથે એક ઘટના ત્યારે બની જ્યારે તેને […]

સંજ્ય દત્તે પોતાની દીકરીનો ફોટો સોશિયલ મિડીયામાં લગાવ્યો તો પણ લોકો ભડક્યાં, જાણો કેમ?
| Edited By: | Updated on: Jan 28, 2019 | 5:42 AM

અભિનેતા સંજય દત્તને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો છે. સંજ્ય દત્તે જ્યારે પોતાની દિકરી સાથે ફોટો શેયર કર્યો ત્યારે અમુક લોકોએ તેમને પ્રશ્નો કરી ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ નિમિત્તે પોતાની અન્ય દિકરીની યાદ અપાવી હતી.

બોલીવુડના સંજ્ય દત્ત હંમેશા પોતાના પારિવારીક મુદ્દાઓને લઈને ચર્ચામાં જ રહેતાં હોય છે. તેમની સાથે એક ઘટના ત્યારે બની જ્યારે તેને પોતાની નાની દિકરી ઈકરા સાથેનો ફોટો સોશિયલ મિડીયામાં શેયર કર્યો. સંજ્ય દત્તના ઈકરા સાથે લગાવેલાં ફોટોમાં કોઈ ખામી ન હતી. તે ફોટામાં પોતાની દિકરીને માથામાં ચુંબન કરીને વ્હાલ કરી રહ્યાં હતાં. આ ફોટોમાં સોશિયલ મિડીયામાં લગાવીને સંજ્ય દત્તે લખ્યું કે મારી દિકરી મારો ખજાનો છે…હું પ્રાર્થના કરીશ દરેક દિકરીને પોતાના પિતા તરફથી પ્રેમ અને હુંફ મળે જે તેની હકદાર છે.

સંજ્ય દત્તના આ પેમાળ પિતા તરીકેની પોસ્ટ પર લોકોએ તેને પુછવા લાગ્યુ કે તમારે એક બીજી દિકરી પણ છે. ટ્રોલ્સ દ્વારા સંજય દત્ત પર બંને દીકરીઓ વચ્ચે ભેદભાવ થતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્રોલ્સે સંજ્ય દત્તને એવું પણ કહ્યું આ ભેદભાવના લીધે તેને શરમ આવવી જોઈએ.

હકીકતમાં સંજ્ય દત્તની પહેલી અને મોટી દીકરીનું નામ છે ત્રિશાલા દત્ત. સંજ્ય દત્તે પહેલાં લગ્ન ઋચા શર્મા સાથે કરેલાં. આથી તેમની પહેલી દીકરી ત્રિશાલા છે. ત્રિશાલા હાલ પોતાના નાના-નાની સાથે અમેરીકામાં રહે છે. સંજ્ય દત્ત અને ત્રિશાલા ઘણીવખત સોશિયલ મિડીયામાં સાથે નજર આવતાં પણ હોય છે. પોતાની બીજી માતા માન્યતા દત્ત સાથે ત્રિશાલાના સંબંધો પણ સારાં છે.

TV9 Gujarati

 

[yop_poll id=854]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]