KGF Chapter 2 : જન્મદિવસ પર ચાહકોને સંજય દત્તે આપી એક ગિફ્ટ, ઈંટેસ લુકમાં જોવા મળશે ‘અધીરા’

પોસ્ટર શેર કરતાં સંજયે લખ્યું કે, જન્મદિવસની શુભકામનાઓ માટે આપનો આભાર. કેજીએફ ચેપ્ટર 2 માં કામ કરવાની મજા આવી. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી ફિલ્મની રીલીઝની રાહ જોઈ રહ્યા છો. અને હું અહીં એટલું જ કહી શકું છું કે તમને તમારી પ્રતીક્ષાનું ફળ સારું જ મળશે.

KGF Chapter 2 : જન્મદિવસ પર ચાહકોને સંજય દત્તે આપી એક ગિફ્ટ, ઈંટેસ લુકમાં જોવા મળશે અધીરા
સંજય દત્તના જન્મદિવસ પર ચાહકોને મળી ગિફ્ટ
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:22 PM

બોલિવૂડના ખલનાયક એટલે કે સંજય દત્ત(Sanjay Dutt)નો આજે(29,July) જન્મદિવસ છે. સંજયે તેના જન્મદિવસ પર તેના ચાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. સંજયે તેની આગામી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 (Kgf Chapter 2)નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં સંજયનો લુક એકદમ જબરદસ્ત છે. ફિલ્મમાં સંજયના પાત્રનું નામ અધિરા છે અને તે ખરેખર વિલન જેવા જ દેખાય રહ્યાં છે.

પોસ્ટર શેર કરતાં સંજયે લખ્યું કે, જન્મદિવસની શુભકામનાઓ માટે આપનો આભાર. કેજીએફ ચેપ્ટર 2 માં કામ કરવાની મજા આવી. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી ફિલ્મ રીલીઝની રાહ જોઈ રહ્યા છો. અને હું અહીં એટલું જ કહી શકું છું કે તમને તમારી પ્રતીક્ષાનું ફળ સારું જ મળશે.

અહીં જુઓ સંજય દત્તનું પોસ્ટર

 


પોસ્ટરમાં તમે જોશો કે સંજયે હાથમાં તલવાર પકડી રાખી છે. પોસ્ટરમાં તેનો ડાર્ક લૂક અને લાંબી પોનીટેલ પણ જોવા મળે છે. સંજયનો લુક તેના પાત્રના નામ જેવો જ છે.  જણાવી દઈએ કે ચાહકો ઘણા સમયથી કેજીએફ ચેપ્ટર 2 ની રાહ જોઈ રહ્યાં છે. પ્રથમ ભાગને મળેલી જબરદસ્ત સફળતા પછી, મેકર્સ બીજા ભાગને બનાવવા કોઈ કસર છોડવા નથી માંગતા , એટલાં માટે જ આ ભાગ માટે બે ગણી મહેનત કરી રહ્યાં છે.

યશ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે, જેમણે પહેલા ભાગથી જ દરેકનું દિલ જીતી લીધુ હતું. યશ અને સંજય સિવાય રવીના ટંડન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવશે. અત્યાર સુધીમાં બધા પાત્રોના લૂક સામે આવી ગયા છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય અને યશ વચ્ચે ઘણો સારો બોન્ડ બની ગયો હતો. ઘણો સમય બંને એક સાથે  વિતાવતા. એવું જાણવામાં આવ્યું હતું કે શૂટિંગ દરમિયાન એવું લાગ્યું ન હતું કે સંજુ અને યશ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. શૂટિંગ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ બંનેની બોન્ડિંગ પણ એકબીજા સાથે વધી ગઈ.

બંને સાથે મળીને ઘણી વાતો કરતા અને અત્યાર સુધીની પોતાની કારકિર્દીનો અનુભવ એકબીજા સાથે શેર કરતા.

બીજો ઘણા પ્રોજેક્ટ પણ છે હાથમાં

આ સિવાય સંજય પાસે બીજી ઘણી ફિલ્મોમાં પણ છે. તે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, શમશેરા અને પૃથ્વીરાજમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :  Raj Kundra Case: ગેહના વશિષ્ઠ અને રાજ કુંદ્રાના 4 પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધાયેલ FIRની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ કરશે તપાસ