Sameer Wankhede Case : ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBના મુંબઈ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડે ઘણા લોકોના નિશાના પર છે. વાનખેડે હાલમાં મુંબઈ પોલીસ અને વિજિલન્સ ટીમ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ એનસીપી નેતા નવાબ મલિક પણ તેમના પર સતત આરોપ નાખી રહ્યા છે. સાથે નવાબ મલિક રોજ અક નવો ખુલાસા કરી રહ્યા છે, જેને લઈને સમીર વાનખેડેની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.ઉપરાંત આર્યન ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાઈલે (Prabhakar Sail) તેના પર લાંચ લેવાનો આરોપ પણ લગાવ્યો છે.
વિવાદોમા સમીર વાનખેડે !
બીજી બાજુ સમીરના અંગત જીવન અને તેના ધર્મ વિશે પણ વિવાદ થઈ રહ્યો છે. એનસીપી નેતાએ સોશિયલ મીડિયા પર સમીરનું જન્મ પ્રમાણપત્ર અને નિકાહની તસવીર જાહેર કરીને તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા.આવી સ્થિતિમાં તેનો પરિવાર વાનખેડેનો સાથ આપતો જોવા મળી રહ્યો છે. સમીરની પત્ની ક્રાંતિ રેડકરે સીએમ ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે.
I have sought time from Maharashtra CM Uddhav Thackeray in order to meet him. I have not received a response so far, I am waiting for a reply: Kranti Redkar Wankhede, Mumbai NCB Zonal Director Sameer Wankhede’s wife https://t.co/XsJY0Ipwoo
— ANI (@ANI) October 28, 2021
શિવસેના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે : ક્રાંતિ રેડકર
પત્રમાં તેમણે લખ્યું છે કે, શિવસેના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે, મજાક કરવામાં આવી રહી છે. જો આજે બાળાસાહેબ ઠાકરે(Bala Saheb Thakeray) હોત તો તેમણે ચોક્કસપણે આ વાત સ્વીકારી ન હોત. વધુમાં ક્રાંતિએ પત્રમાં લખ્યું છે કે, એક મરાઠી છોકરી બાળપણથી મરાઠીના અધિકારો માટે લડતી શિવસેનાને(Shiv sena) જોઈને મોટી થઈ છે. બાળાસાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજ પાસેથી જ શીખ્યા છીએ કે કોઈની સાથે અન્યાય ન કરો અને અન્યાય સહન પણ ન કરો. તે જોતાં આજે હું મક્કમતાથી ઊભી છું અને મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે લડી રહી છું.
જો આજે બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે આ વાત સ્વીકારી ન હોત
ક્રાતિએ આગળ લખ્યું કે સોશિયલ મીડિયા (Social Media) પર લોકો માત્ર એન્જોય કરી રહ્યા છે. હું એક કલાકાર છું, મને રાજકારણ સમજાતું નથી, મારે તેમાં પડવું પણ નથી. પણ શિવસેનાના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે. મજાક છે કે જો આજે બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે આ વાત સ્વીકારી ન હોત.
આ પણ વાંચો: Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક
આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Published On - 1:34 pm, Thu, 28 October 21