Farmer Protest અંગે Salman Khanનું નિવેદન, ‘જે સૌથી સાચું છે તે થવું જોઈએ’

દેશની રાજધાની દિલ્હીની સરહદ પર થઈ રહેલા ખેડૂત આંદોલન અંગે સરકારથી લઈ સેલેબ્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા જુદા જુદા પ્રસંગો પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

Farmer Protest અંગે Salman Khanનું નિવેદન, જે સૌથી સાચું છે તે થવું જોઈએ
Salman khan
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:24 PM

દેશની રાજધાની દિલ્હીની સરહદ પર થઈ રહેલા ખેડૂત આંદોલન અંગે સરકારથી લઈ સેલેબ્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા જુદા જુદા પ્રસંગો પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. કોઈ આંદોલન યોગ્ય છે એમ કહીને ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપી રહ્યું છે અને કેટલાક દેશમાં એકતા નિર્માણની વાત કરી રહ્યા છે.

 

તાપસી પન્નુ, કંગના રનૌત, અક્ષય કુમાર, અજય દેવગણ, સ્વરા ભાસ્કરે આ મુદ્દે અત્યાર સુધી અનેક નિવેદનો આપ્યા છે. છેવટે, હવે બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાને આ મામલે મૌન તોડ્યું છે. સલમાન ખાન હાલમાં જ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને ખેડૂત આંદોલન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે, તમે આ વિશે કંઈપણ કહેવા માંગો છો? તેના જવાબમાં ભાઈજાને વળતો જવાબ આપ્યો અને કહ્યું, “હું એકદમ બોલીશ … જે સાચું છે તે થવું જોઈએ, જે પણ સૌથી યોગ્ય છે તે કરવું જોઈએ, જે સૌથી ન્યાયી છે તે કરવું જોઈએ”. તમને જણાવી દઈએ કે પહેલીવાર સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે.

 

તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલનના પડઘા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં અમેરિકન ગાયક રિહાના, પર્યાવરણીય કાર્યકરો ગ્રેટા થનબર્ગ અને મિયા ખલિફાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. જે બાદ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો. વિદેશી હસ્તીઓનાં ટ્વીટ બાદ સરકારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘આવી ટિપ્પણીઓ ન તો સચોટ છે કે ન તો જવાબદાર, ખાસ કરીને જ્યારે સેલિબ્રિટીઝ અને અન્ય લોકોનાં નિવેદનો સામે આવ્યા છે.’ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી ટિપ્પણીઓ કરતા પહેલા સત્ય જાણવું જોઈએ.

 

રિહાનાએ ખેડૂત આંદોલનનો એક લેખ શેર કરતાં લખ્યું હતું કે ‘આપણે આ વિશે કેમ વાત નથી કરતાં’. જે બાદ સ્વરા ભાસ્કર, દિલજીત સહિત ઘણા સેલેબ્સે પોપ સિંગરને ટેકો આપ્યો હતો, જ્યારે કંગનાએ રીહાનાને મૂર્ખ અને ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા.

 

 

આ પણ વાંચો: દીપ સિદ્ધુએ 10 દિવસમાં પોસ્ટ કર્યા 3 વીડિયો, તેમ છતાં હજુ પોલીસની પહોંચથી બહાર