Viral : કેટરિના-વિકીના લગ્નને લઈને સલમાન ખાન પર ફની મીમ્સનો વરસાદ, જોઈને તમને પણ હસવુ આવશે

|

Dec 08, 2021 | 1:06 PM

ચાહકો કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને યુઝર્સ ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

Viral : કેટરિના-વિકીના લગ્નને લઈને સલમાન ખાન પર ફની મીમ્સનો વરસાદ, જોઈને તમને પણ હસવુ આવશે
Salman Khan funny memes goes viral

Follow us on

Viral : વિકી કૌશલ અને કેટરીના કૈફના (Vicky-Ketrina Wedding) લગ્નની આજકાલ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી અને કેટરીના 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવતા રહે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર #vickatwedding ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

જ્યારથી કેટરીના અને વિકીના લગ્નની જાહેરાત થઈ છે, ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ (Funny Memes) જોવા મળી રહ્યા છે. આ મીમ્સ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશે છે. વિકી અને કેટરીનાના લગ્નને લઈને સલમાન ખાનની પ્રતિક્રિયા શું હશે તેની કલ્પના કરતા ટ્વિટર પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આ મીમ્સ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જુઓ ફની મીમ્સ

તમને જણાવી દઈએ કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નનું ફંક્શન(Wedding Function)  ત્રણ દિવસ ચાલશે. બંનેના લગ્ન સવાઈ માધોપુર જિલ્લાના બરવારા કિલ્લાના સિક્સ સેન્સ રિસોર્ટમાં થશે. લગ્નમાં 120 મહેમાનો આવવાના હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. સલમાન અને કેટરિનાના સંબંધોની વાત કરીએ તો બંનેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી અને લોકો બંનેને એકસાથે સ્પોટ કરતા હતા. જો કે બંનેએ પોતાના સંબંધો અંગે આ પહેલા કોઈ નિવેદન આપ્યું નથી.

 

આ પણ વાંચો : Video : આ વ્યક્તિએ પોતાના કરોડોના ધરને લગાવી આગ ! કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે

આ પણ વાંચો : Viral: પહાડી સિંહને જોઈ કુતરાએ કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘હર કૂત્તે કા દિન આતા હે’

Next Article