બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથેના તેના કથિત સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહી છે. જોકે, તમામ વિવાદો વચ્ચે, ગઈકાલે સાંજે, જેકલીન સલમાન ખાન અને ટાઈગર શ્રોફ સાથે તેમની પહેલ YOLO ફાઉન્ડેશનની સ્થાપનાની 1 વર્ષની ઉજવણી કરવા ત્યાં પહોંચી હતી. લોકપ્રિય અભિનેત્રીએ ગયા વર્ષે ‘યુ ઓન્લી લાઇવ વન્સ’ (YOLO) ફાઉન્ડેશન શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને રાહત અને મદદ આપવાનો છે. બોલિવૂડના પાપારાઝી માનવ મંગલાનીએ એક વીડિયો શેર કર્યો હતો.
જેમાં સલમાન, જેકલીન અને ટાઈગર અંધેરીમાં જેકલીનના ફાઉન્ડેશનની ઉજવણી માટે જોવા મળ્યા હતા.
YOLOના એક વર્ષ પૂર્ણ થવા પર, તેમણે વંચિત બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અભિનેત્રીએ આજે એટલે કે રવિવારના રોજ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. તેણે લખ્યું કે, “એક યાદગાર દિવસ, જે લોકો આ પ્રોગ્રામનો ભાગ હતા તેમનો આભાર.”
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જેકલીન સલમાન ખાનને આ ફાઉન્ડેશન વિશે ઘણી વાતો કહી રહી છે. સલમાનની ફિલ્મ ‘કિક’ માટે મીકા સિંહે ગાયેલું ‘જુમ્મે કી રાત’ ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આ વીડિયોમાં ટાઈગર શ્રોફ પણ જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન, ગઈકાલે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની રૂ. 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. નેશનલ એજન્સીનો અંદાજ છે કે ઠગ સુકેશે અભિનેત્રીને રૂ. 5.71 કરોડની ભેટ આપી હતી અને જેકલીનના પરિવારના સભ્યોને આશરે $173,000 રોકડ અને આશરે $27,000નું ધીરાણ પણ આપ્યું હતું.
ઇડીએ ગયા વર્ષે આ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અને સુકેશે કથિત રીતે જેકલીનને આપવામાં આવેલી ભવ્ય ભેટોનો ઉલ્લેખ કર્યો હતો. તપાસ દરમિયાન સુકેશે આ વાત સ્વીકારી હતી. હવે, હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં સુકેશ પાસેથી જેકલીનને મળેલી કથિત ભેટોની યાદી છે. અને તેમાં 9 લાખ રૂપિયાની 3 બિલાડીઓ, 1 અરેબિયન ઘોડો અને ઘણી મોંઘીદાટ બેગ્સનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો – બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થયા, થોડા દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે