કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને મળી રાહત, નીચલી અદાલતમાં સુનાવણી પર હાઇકોર્ટની રોક

|

Mar 06, 2021 | 11:27 AM

કાળા હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે બોલિવૂડ અભિનેતા Salman Khan ને મોટી રાહત આપી છે.જિલ્લા અને સેશન કોર્ટ આ કેસ સંબંધિત ચાલી રહેલી ત્રણેય અપીલોને હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ હાઇકોર્ટે સ્વીકારી લીધી છે

કાળા હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે બોલિવૂડ અભિનેતા Salman Khan ને મોટી રાહત આપી છે.જિલ્લા અને સેશન કોર્ટ આ કેસ સંબંધિત ચાલી રહેલી ત્રણેય અપીલોને હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.જેના કારણે હવે સલમાન ખાન સાથે સંબંધિત ત્રણેય અપીલ પર આગામી સુનાવણી સ્થગિત કરી દેવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે.મહત્વનું છે કે, 10 માર્ચથી જોધપુર જિલ્લા અને સેશન કોર્ટમાં Salman Khan વિરુદ્ધ સરકારની કાળા હરણ શિકાર કેસ સંબંધિત ત્રણેય અપીલો પણ સુનાવણી શરૂ થવાની હતી, જો કે હાઇકોર્ટે હવે નીચલી અદાલતમાં થનારી આ સુનાવણી પર રોક લગાવી દીધી છે.સલમાન સાથે જોડાયેલી ત્રણેય અપીલો હાઇકોર્ટમાં પહોંચી જતા, હવે આ અપીલોનું નિરાકરણ જલ્દીથી આવે તેવી શક્યતા છે.

Next Video