ઐશ્વર્યા-અભિષેકના લગ્ન પર Salman Khan એ પહેલી વાર તોડી ચુપ્પી, કહી દીધી આ મોટી વાત, જુઓ-Video

સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન પર આખરે મૌન તોડે છે અને જે વાત કહે છે તે સાંભળીને લોકો ચોંકી ગયા છે.

ઐશ્વર્યા-અભિષેકના લગ્ન પર Salman Khan એ પહેલી વાર તોડી ચુપ્પી, કહી દીધી આ મોટી વાત, જુઓ-Video
Salman Khan broke his silence on Aishwarya
| Updated on: Nov 16, 2024 | 10:18 AM

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન સાથેના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા, જેમાં ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. જોકે, અભિષેક સાથે લગ્ન પહેલા ઐશ્વર્યાનું નામ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયું હતું. પરંતુ જ્યારે આ બંનેનું બ્રેકઅપ થયું ત્યારે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો.

હવે સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાને એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન પર આખરે મૌન તોડે છે અને જે વાત કહે છે તે સાંભળીને લોકો ચોંકી ગયા છે.

પર્સનલ લાઈફ પર્સનલ રહેવી જોઈએ

સલમાન ખાનનો આ વીડિયો થોડો જૂનો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન એક મીડિયાને ઈન્ટવ્યૂ આપી રહ્યોછે. જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તેણે ઐશ્વર્યા રાય સાથે ખરાબ વર્તન કર્યું છે. ત્યારે સલમાન ખાને કહ્યું, આના પર શું કહું સાહેબ, હું એક વાતમાં માનું છું કે તમારી પર્સનલ લાઈફ પર્સનલ જ રહેવી જોઈએ. જો હું તેનો બચાવ કરવા જાઉં, તો ક્યાંક કોઈ તમારા જીવનનો ભાગ હતો અને તમે તેનો ઇનકાર કરી રહ્યા હોવ.

હું ઐશ્વર્યા માટે ખુશ છું : સલમાન

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સલમાન ખાન આગળ કહી રહ્યો છે, ‘સૌથી સારી વાત એ છે કે આ મામલે ચૂપ રહું. ઘણા વર્ષો વીતી ગયા અને તમે જાણો છો કે તે હવે કોઈની પત્ની છે. તેણીએ એક મોટા પરિવારમાં લગ્ન કર્યા છે અને હું ખુશ છું કે તેણીએ અભિષેક સાથે લગ્ન કર્યા છે અને મને લાગે છે કે એક ભૂતપૂર્વ બોયફ્રેન્ડ માટે આ શ્રેષ્ઠ બાબત છે જો એકવાર તમારી મિત્રતા સમાપ્ત થઈ જાય , પછી તમે નહીં ચાહો કે કોઈ તમારા વિના દુઃખી રહે, જેનાથી તમારા પર પણ કોઈ બોજ નહીં રહે.