સિંગર નેહા ભસીન પર ગુસ્સે થયા સલમાન ખાન, Bigg Boss 15ને સ્ક્રિપ્ટેડ કહેવા બદલ આપ્યો ઠપકો

|

Nov 08, 2021 | 11:46 PM

બિગ બોસ 15 (Bigg Boss 15)ના 'વીકેન્ડ કા વાર'માં સલમાન ખાને (Salman Khan) નેહાને ચેતવણી આપી હતી કે જે કોઈ બહારથી આવે છે અને પોતાને એક્સપર્ટ માને છે તો તેણે વિચારવું જોઈએ કે તેની સાથે શું થવાનું છે.

સિંગર નેહા ભસીન પર ગુસ્સે થયા સલમાન ખાન, Bigg Boss 15ને સ્ક્રિપ્ટેડ કહેવા બદલ આપ્યો ઠપકો
Salman Khan, Neha Bhasin

Follow us on

કલર્સ ટીવી (Colors Tv)નો રિયાલિટી શો બિગ બોસ 15 (Bigg Boss 15) દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરના ‘વીકેન્ડ કા વાર’ પર સલમાન ખાને (Salman Khan) નેહા ભસીન (Neha Bhasin) ની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. વાસ્તવમાં નેહાએ ક્રિએટિવ ટીમ પર નવા એંગલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો, જે બતાવી રહ્યું હતું કે બિગ બોસ સ્ક્રિપ્ટેડ છે. નેહા ભસીને તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)ને કહ્યું કે “અહીં અમે રમત રમવા માટે આવીએ છીએ, પરંતુ અહીં જે થાય છે, તે ક્રિએટિવ ટીમ તૈયાર કરે છે. ટીમ નવા એંગલ બનાવે છે અને આપણે તેનું પાલન કરવું પડે છે.

 

નેહાની વાતને ક્લિયર કરતા હોસ્ટ સલમાન ખાને (Salman Khan) તમામ સ્પર્ધકોને કહ્યું કે “અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે આ શો તમારો છે. અમે અહીં કોઈ એંગલ સેટ નથી કર્યો પછી તે ઘરમાં રોમાન્સ હોય કે લડાઈ. સલમાને કહ્યું કે જો તેજસ્વીને કોઈની સાથે કોઈ સમસ્યા છે, શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચે પ્રેમ છે તો તે બધું તેમના દ્વારા કરવામાં આવે છે. આ બધામાં બિગ બોસની ટીમનો કોઈ હાથ નથી.”

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

સ્પર્ધકોને ચેતવણી મળી

સલમાન ખાને આગળ કહ્યું “કોઈ પણ તમારા લોકો માટે ટર્મ નથી લગાવી રહ્યું, તમે લોકો અહીં જ રહો, દર્શકોને પ્રભાવિત કરો અને તમારામાંથી એકે આ ટ્રોફી જીતવી છે. અમે ઈશાન અને માયશાના રોમાન્સનો હિસ્સો નથી, આ બધી બકવાસ છે. તમે શું કરો છો અને કહો છો તે તમારા પર નિર્ભર છે. તમારી એક્શન તમારા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જો આ સિઝન સફળ થશે તો તેનો શ્રેય તમને જાય છે, જો તે ફેલ થાય છે તો દોષ પણ તમારા પર જશે.”

 

નેહાની લગાવી ક્લાસ

સલમાને દરેકને ક્રિએટિવ ટીમને દોષ ન આપવા કહ્યું, કારણ કે તે ટીમ માત્ર સ્પર્ધકોને ટાસ્ક અને તેની સાથે જોડાયેલ નિયમો આપે છે, સ્ક્રિપ્ટ નહીં. તેમણે કહ્યું કે તે જુએ છે કે સ્પર્ધકો શું કરે છે અને સલમાને મજાકમાં કહ્યું કે દર્શકો સમક્ષ બીજું કંઈ રજૂ કરવા માટે તેમની પાસે VFX શોપ નથી. આના પછી નેહા ભસીને માફી માંગી હતી. નેહાની સાથે સલમાને તમામ સ્પર્ધકોને કહ્યું હતું કે જો તેઓ ગેમમાં કંઈપણ કહેશે અથવા કરશે તો તેમને તેનું પરિણામ ભોગવવું પડશે.

 

 

આ પણ વાંચો :- Tiku Weds Sheru: કંગના રનૌતે શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક, નવાઝુદ્દીનની સામે જોવા મળી અવનીત કૌર

 

આ પણ વાંચો :- રોહિત શેટ્ટી પાસેથી તેની એક ઈચ્છા પૂરી કરાવવા માંગે છે કેટરીના કૈફ, બધાની સામે કહી આ વાત

 

Next Article