સુશાંત સિંહ રાજપૂતની પ્રિય સ્ક્રિપ્ટ પર ફરી કામ શરુ કરશે રૂમી જાફરી, શું ફિલ્મમાં હશે રિયા ચક્રવર્તી?

રૂમી જાફરી (Rumy Jafry) દ્વારા નિર્દેશિત ફિલ્મ ચેહરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હવે તે પોતાની આગામી ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતની પ્રિય સ્ક્રિપ્ટ પર ફરી કામ શરુ કરશે રૂમી જાફરી, શું ફિલ્મમાં હશે રિયા ચક્રવર્તી?
Rumy jafry plans to make film on Sushant Singh Rajput favorite script
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:36 AM

રૂમી જાફરી (Rumy Jafry) આ દિવસોમાં પોતાની ફિલ્મ ચેહરેના (Chehre) રિલીઝ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં રજૂ થઈ છે અને દર્શકો પણ તેને પસંદ કરી રહ્યા છે. ચેહરેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશ્મી (Emran Hashmi) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેની સાથે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પણ આ ફિલ્મમાં જોવા મળી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર એ છે કે રૂમીએ સુશાંત સિંહ રાજપૂત માટે સ્ક્રિપ્ટ લખી હતી, હવે તે ફરીથી તેના પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છે.

એક ખાનગી સમાચાર સંસ્થા સાથેની ખાસ વાતચીતમાં રૂમી જાફરીએ કહ્યું છે કે હવે ચેહરે રિલીઝ થઈ ગઈ છે, હવે મારી પાસે સુશાંત માટે લખેલી સ્ક્રિપ્ટ પર કામ કરવાની તક છે. હવે હું વિચારું છું કે કોની સાથે આ ફિલ્મ બનાવવી.

સુશાંતની આવે છે યાદ

રૂમીએ કહ્યું કે જ્યારે પણ હું તે સ્ક્રિપ્ટ જોઉં છું ત્યારે મને સુશાંત યાદ આવે છે. જ્યારે આવું થાય, ત્યારે હું ફરીથી સ્ક્રિપ્ટ શેલ્ફ પર મૂકી દઉં છું. તેને ગયે એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને આ તેની પ્રિય સ્ક્રિપ્ટ હતી, તેથી હું ચોક્કસપણે તેને બનાવીશ.

રિયા ચક્રવર્તી સપોર્ટ કરશે

રૂમી જાફરીએ ચેહરેના સેટ પર સુશાંત સિંહ રાજપૂત માટે ફિલ્મની યોજના બનાવી હતી. રિયા ચક્રવર્તી ચેહરેમાં જોવા મળી છે. તે આજે પણ રિયાને ટેકો આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેની સાથે કામ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું – અમે રિયા ચક્રવર્તી પર ચુકાદો આપનારા નથી. તે કોર્ટના હાથમાં છે. તે જ તેનું ભાગ્ય નક્કી કરશે. આ સિવાય, હવે લોકોની દ્રષ્ટિ બદલાઈ રહી છે અને હું જાણું છું કે ભગવાન પણ એવું જ ઈચ્છે છે.

રૂમીએ તાજેતરમાં ટ્રેલર રિલીઝ બાદ કહ્યું હતું – ગયા વર્ષે આ જ સમયે, રિયાને ગોલ્ડ ડિગર અને ચૂડેલ કહેવામાં આવી રહી હતી. આજે તે આ વર્ષની મોસ્ટ ડિઝાયરેબલ વુમન છે. મારી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિયા પોસ્ટર પર પણ છે અને સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. કોઈ ટ્રોલિંગ નહીં, કોઈ નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી રહી નથી જેનો સ્પષ્ટ અર્થ છે કે લોકોએ તેને સ્વીકારી લીધી છે.

તમને જણાવી દઈએ કે રૂમી જાફરી સુશાંત અને રિયા સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. આ ત્રણેય આ ફિલ્મ અંગે ઘણી વખત મળ્યા હતા. જોકે હવે આ ફિલ્મમાં કોણ હશે તેની કોઈ જાહેરાત કરી નથી.

 

આ પણ વાંચો: KBC 13: માત્ર 20 હજારના આ પ્રશ્નનો ખોટો જવાબ આપીને હારી ગઈ શ્રદ્ધા, શું તમે જાણો છો સાચો જવાબ?

આ પણ વાંચો: કિમ શર્મા સાથે લંચ ડેટ પર ગયા Leander Paes, ગર્લફ્રેન્ડની સંભાળ લેતા જોવા મળ્યા