Ram Charan : RRR ટીમે રામ ચરણના જન્મદિવસની ઉજવણી કરી, એસએસ રાજામૌલીએ ગાલા નાઈટનો એક વીડિયો શેર કર્યો

|

Mar 29, 2022 | 5:57 PM

સ્ટારનો રવિવારે જન્મદિવસ હતો, RRR કો-સ્ટાર જુનિયર એનટીઆર અને ડિરેક્ટર એસએસ રાજામૌલી (SS Rajamouli) જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

Ram Charan : RRR ટીમે રામ ચરણના જન્મદિવસની ઉજવણી કરી, એસએસ રાજામૌલીએ ગાલા નાઈટનો એક વીડિયો શેર કર્યો
RRR ટીમે રામ ચરણના જન્મદિવસની ઉજવણી કરી, એસએસ રાજામૌલીએ ગાલા નાઈટનો એક વીડિયો શેર કર્યો
Image Credit source: Instagram

Follow us on

Ram Charan :સાઉથના સુપરસ્ટાર રામચરણ (Ram Charan) તેજાનો જન્મ 27 માર્ચ 1985ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તે તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીનો દીકરો છે. રામચરણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચેહરો છે. તેણે પ્રિયંકા ચોપરા સાથેની ઝંઝીર થકી બોલિવૂડ (Bollywood) માં ડેબ્યૂ કર્યું હતું. જુનિયર એનટીઆર, જેને તારક તરીકે પણ ઓળખવામાં આવે છે, રામ ચરણ માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.એસએસ રાજામૌલીએ ગાલા નાઈટ (gala night)નો એક વીડિયો શેર કર્યો છે.

જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસએસ રાજામૌલી મસ્તી કરતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

 

બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી

દક્ષિણના સુપર સ્ટાર રામચરણ (Ram Charan) અને ઉપાસના (Upasna) દક્ષિણની લોકપ્રિય જોડીમાંની એક છે. બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે ઉપાસનાનો સ્ટ્રોન્ગ બિઝનેસ કનેક્શન છે અને બંને એક સ્પોર્ટ્સ ક્લબમાં મળ્યા હતા. શરૂઆતમાં, બંને વચ્ચે ઘણી લડાઇ થઈ હતી.

 

 

જુનિયર એનટીઆરએ પણ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતુ.રામ ચરણની બર્થડે પાર્ટીમાં તેની પત્ની ઉપાસના કોનિડેલા પણ હાજર રહી હતી. જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી, એસએસ રાજામૌલીના પુત્ર કાર્તિકેય અને પુત્રવધૂ પૂજા પણ ત્યાં હાજર હતા. ઉપાસનાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર રામ ચરણ માટે એક સંદેશ પણ મૂક્યો છે. જન્મદિવસની ઉજવણીનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “મારા મિસ્ટર સી. અને મારા સૌથી પ્રિય જન્મદિવસની શુભકામનાઓ.

પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મે 300 કરોડ અને વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું

ફિલ્મ ‘RRR’ એ રિલીઝના પહેલા ત્રણ દિવસમાં તેની ધારણા કરતા ઓછો બિઝનેસ કર્યો છે, પરંતુ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહી છે.પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મે 300 કરોડ અને વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘RRR’એ શુક્રવારે દેશભરમાં કુલ 130 કરોડની કમાણી કરી હતી. આમાં તેલુગુ વર્ઝનનો હિસ્સો 100.13 કરોડ, હિન્દીનો 20.07 કરોડ, તમિલનો 6.5 કરોડ, મલયાલમનો 3.1 કરોડ અને કન્નડ વર્ઝનનો હિસ્સો માત્ર 20 લાખ હતો. રિલીઝના પહેલા સોમવારે ફિલ્મે લગભગ 45 કરોડનો બિઝનેસ કર્યો છે.

 

આ પણ વાંચો : RRR Box Office Collection Day 4: બોક્સ ઓફિસ કલેક્શનમાં RRRએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી, આટલા કરોડની કરી કમાણી

Next Article