RRR Box Office Collection : RRR નું ક્લેકશન 600 કરોડની નજીક,SS રાજામૌલીની ફિલ્મે પોતાના નામે કર્યો નવો રેકોર્ડ

|

Mar 30, 2022 | 10:55 AM

વિવેચકો અને દર્શકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે. જો ટ્રેડ એક્સપર્ટનું માનીએ તો ફિલ્મ આગામી સપ્તાહમાં ઘણા રેકોર્ડ બનાવશે.

RRR Box Office Collection : RRR નું ક્લેકશન 600 કરોડની નજીક,SS રાજામૌલીની ફિલ્મે પોતાના નામે કર્યો નવો રેકોર્ડ
RRR Box Office Collection

Follow us on

RRR Box Office Collection :  ‘બાહુબલી’ના નિર્માતા એસએસ રાજામૌલી (SS Rajamouli)દ્વારા નિર્દેશિત ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર કલેક્શનનો વરસાદ કરી રહી છે. પાંચમા દિવસે રામ ચરણ (Ram Charan)અને જુનિયર NTR  (Junior NTR) સ્ટારર ‘RRR’નું વિશ્વવ્યાપી કલેક્શન 600 કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મ RRRને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વિવેચકો અને દર્શકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે.

જો ટ્રેડ એક્સપર્ટનું માનીએ તો ફિલ્મ આગામી સપ્તાહમાં પણ આવી જ કમાણી કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મે શરૂઆતના દિવસે જ અનેક ભાષાઓમાં 250 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં 70 કરોડની કમાણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ RRR એ હિન્દી બેલ્ટની ટોપ 5 સ્કોરર ફિલ્મોમાં ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. તરણ આદર્શે ટ્વિટ કરીને કહ્યું કે રણવીર સિંહની ફિલ્મ 83 આ લિસ્ટમાં 5માં સ્થાન પર છે, જેણે સોમવારે 7.29 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા નંબર પર ગંગુબાઈ કાઠિયાવાડી છે, જેમણે 8 કરોડ 19 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્રીજા નંબર પર સૂર્યવંશી છે જેણે 14 કરોડ 51 લાખ રૂપિયાની કમાણી કરી છે. કાશ્મીર ફાઇલ્સ બીજા નંબર પર છે જેણે 15.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.સાથે જ ફિલ્મ RRR એ 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

RRR એ આ રેકોર્ડ પોતાના નામે કર્યો

તમને જણાવી દઈએ કે, ફિલ્મ RRR એ કલેક્શનના મામલામાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. કાશ્મીર ફાઇલ્સ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે.RRR એ કાશ્મીર ફાઇલ્સના પ્રથમ સોમવારના કલેક્શનને પાછળ છોડી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, RRR એ સોમવારે 16 થી 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રાજામૌલીની આ ફિલ્મ દેશની આઝાદી પહેલાના ભારતને દર્શાવે છે. ફિલ્મની કહાની કોમારામ ભીમ અને સીતારામ રાજુના સ્વાતંત્ર્ય સંગ્રામથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં જુનિયર NTR અને રામ ચરણ ઉપરાંત આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : 43 વર્ષીય ‘બેબી ડોલ’ સિંગર કનિકા કપૂર કરશે બીજા લગ્ન, શું તમે જાણો છો લગ્નની તારીખ ?

Published On - 10:29 am, Wed, 30 March 22