
યુઝવેન્દ્ર ચહલ અને તેની નવી ગર્લફ્રેન્ડ મહવશ ચર્ચામાં છે. બંન્નેના ફોટો વાયરલ થતાં હોય છે. આરજે મહવશ પણ ખુલ્લે આમ ઈન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલના વખાણ કરતી જોવા મળે છે.તેના દરેક શાનદાર ફોર્મમાં તેને સપોર્ટ કરતી જોવા મળે છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ તેની સાથે જોવા મળી રહ્યો નથી. આ વખતે સેન્ટર ઓફ અટ્રૈક્શન કાંઈ અલગ જ છે. જેના પર નેટિઝન્સની નજર પડી હતી. આ વિશે મહવશની એક ભૂલ ચાહકોએ પકડી લીધી છે અને હવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે.
સામે આવેલા વીડિયોમાં એક પેજ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરજે મહવશ એક બિલ્ડિંગની બહાર જોવા મળી રહી છે. તેમણે યેલો કલરનો શોર્ટ ટ્રેસ પહેર્યો છે. જેના પર ફ્લોરલ પ્રિન્ટ છે. આ ડ્રેસ ખુબ સ્ટાઈલિશ છે. મહવશ સ્ટાઈલમાં ગાડીમાંથી આવી કેમેરા સામે આવે છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં તે પોઝ આપી રહી છે અને સીધી બીલ્ડિંગમાં જાય છે. જેવી તે પાછળ ફરી તો તેની એક ભૂલ પકડાય ગઈ હતી.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં, તે અંદર જવાનું શરૂ કરે છે કે તરત જ તેના ડ્રેસ પર લટકતો ટેગ દેખાય છે. લોકોની નજર સીધી કિંમતના ટેગ પર જાય છે અને નેટીઝન્સ તરત જ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘મેડમ ટેગ દૂર કરી દેવા જોઈતો હતો.’ બીજા યુઝરે લખ્યું, ‘કોઈ તેનો ટેગ દૂર કરો.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘તેનું સંપૂર્ણ ધ્યાન યુજી ભાઈ પર હશે, તેથી તે ટેગ દૂર કરવાનું ભૂલી ગઈ.’