રિયા સાથે જોડતા મામલાને લઈને અક્ષયકુમારે યુટ્યુબર સામે કર્યો રુ. 500 કરોડનો માનહાનીનો દાવો

|

Nov 19, 2020 | 9:19 PM

બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબરને માનહાનિના કેસની નોટીસ મોકલી છે. જેણે સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં તેનુ નામ લીધુ હતુ. અહેવાલ મુજબ યુટ્યુબ પર સુશાંતસિંહ રાજપુતના મોતના મામલે ભ્રામક સમાચાર પોસ્ટ કરવાને લઈને એક યુટ્યુબરને રેગીંગ કરવાના આરોપમાં ધરપકડ કરાયા બાદ તેણે કાનુની સહાય મેળવી હતી. શિવસેનાના કાનુની પ્રકોષ્ઠ દ્વારા કરેલા એક મામલામાં યુટ્યુબર રાશિદ […]

રિયા સાથે જોડતા મામલાને લઈને અક્ષયકુમારે યુટ્યુબર સામે કર્યો રુ. 500 કરોડનો માનહાનીનો દાવો

Follow us on

બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબરને માનહાનિના કેસની નોટીસ મોકલી છે. જેણે સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં તેનુ નામ લીધુ હતુ. અહેવાલ મુજબ યુટ્યુબ પર સુશાંતસિંહ રાજપુતના મોતના મામલે ભ્રામક સમાચાર પોસ્ટ કરવાને લઈને એક યુટ્યુબરને રેગીંગ કરવાના આરોપમાં ધરપકડ કરાયા બાદ તેણે કાનુની સહાય મેળવી હતી. શિવસેનાના કાનુની પ્રકોષ્ઠ દ્વારા કરેલા એક મામલામાં યુટ્યુબર રાશિદ સિદ્દીકી પર માનહાનિ, સાર્વજનિક દુરવ્યવહાર અને જાણી જોઈને અપમાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કથિત રીતે યુટ્યુબરે પોતાના વીડિયોના માધ્યમથી મુંબઈ પોલીસની છબી ખરાબ કરી હતી. તેમજ દિવંગત અભિનેતાના મોતના મામલે વિભિન્ન ષડયંત્રના સિદ્ધાંતોથી વીડિયો બનાવ્યો હતો. તેણે પોતાના વીડિયોમાં કેટલીકવાર અક્ષયકુમારનું નામ લીધુ હતુ અને જુદા જુદા આરોપ પણ લગાવ્યા હતા. રિપોર્ટ મુજબ સિદ્દીકીએ દાવો કર્યો હતો કે, પેડમેન અભિનેતા સુશાંતસિહ સાથે એમએસ ધોની જેવી મોટી ફિલ્મો માટે નાખુશ હતો. સાથે જ તેણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને મુંબઈ પોલીસ સાથે ગુપ્ત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

25 વર્ષીય સીવીલ એન્જીનીયર અને બિહારના યુટ્યુબર સિદ્દીકીએ અક્ષયકુમાર અને રિયા ચક્રવર્તીને પણ જોડ્યા હતા, જેમાં અભિનેતા અક્ષય કુમારે રિયાને કેનેડા ભાગવાની મદદ કરી હોવાનો પણ દાવો કર્યો હતો. અક્ષય કુમારે હવે સિદ્દીકી સામે 500 કરોડ રુપિયાનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે. રિપોર્ટ મુજબ સિદ્દીકીએ છ મહિનાના સમયગાળામાં જ અંદાજે 15 લાખ રુપિયા કમાણી કરી છે અને તેના સબક્રાઈબર્સની સંખ્યા પણ બે લાખથી વધીને ત્રણ લાખ રુપિયા સુધી પહોંચી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article