રિયા કપૂરના પતિ કરણે જણાવી તેની લવ સ્ટોરી, આ રીતે થયો હતો પ્રોડ્યુસર સાથે પ્રેમ !

તાજેતરમાં રિયા કપૂર અને કરણ બુલાનીએ (Karan Bulani)લગ્ન કર્યા છે.ત્યારે કરણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે.

રિયા કપૂરના પતિ કરણે જણાવી તેની લવ સ્ટોરી, આ રીતે થયો હતો પ્રોડ્યુસર સાથે પ્રેમ !
Rhea kapoor and Karan Bulani (File Photo)
| Edited By: | Updated on: Aug 21, 2021 | 12:04 PM

અનિલ કપૂરની નાની દિકરી રિયા કપૂરે (Rhea Kapoor) તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે,બંનેએ 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. રિયા અને કરણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં કરણે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે અને દરેકને તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે.

સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં, રિયા ઓફ-વ્હાઇટ કલરના સ્લીવલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે, તેણે જેકેટ પહેર્યું છે,જ્યારે કરણે ડાર્ક કલરનુ સૂટ પહેર્યો છે. આ ફોટા શેર કરતી વખતે તેણે પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યુ છે.

કરણે તેમની લવ સ્ટોરી જણાવતા લખ્યુ કે, અમે એક ફિલ્મના સેટ (Film Set) પર મળ્યા. ત્યારે મેં તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો અને છેવટે તેને રિયા સાથે પ્રેમ થયો. તમને જણાવી દઈએ કે,કરણની આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.જ્યારે અનિલ કપૂરે ફોટા પર ઘણા ફાયર ઇમોજી પોસ્ટ કર્યા, તો રિયાની કઝીન અંશુલાએ ઘણા હાર્ટ ઇમોજીની (Heart Emoji) કમેન્ટ કરી છે.

 

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

કરણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી હતી. અને ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું કે,દુનિયાની સામે અમે અમારા સંબધને ઓફિશિયલ કરી દીધો છે, પરંતુ અમે બંન્ને  છેલ્લા એક દાયકાથી સાથે છીએ. હું ચાર લોકોને આભાર કહેવા માંગુ છું, જેમણે મને ઘણો પ્રેમ, આદર આપ્યો અને હંમેશા મને ટેકો આપ્યો. જેમાં ફિલ્મ નિર્માતા, ફેશન સ્ટાઈલિસ્ટ અને શાનદાર કુક,જે રસોડામાં જાદુ કરે છે અને તેનું નામ રિયા કપૂર છે.

આપને જણાવી દઈએ કે,રિયા અને કરણના લગ્નના બે દિવસ બાદ અનિલ કપૂરે પાર્ટી કરી હતી. જેમાં અર્જુન કપૂર, ખુશી કપૂર, શનાયા, સંજય કપૂર સહિત કપૂર પરિવારના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આ ફંક્શનની (Function) તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

 

આ પણ વાંચો: The Kapil Sharma Show : અક્ષય કુમારે બધાની સામે કપિલ શર્માની ઉડાવી ખિલ્લી, કહ્યુ લૉકડાઉનમાં 2 બાળકો કોના ઘરે જનમ્યાં ?

આ પણ વાંચો:  Happy Birthday : 18 વર્ષે લગ્ન, 3 બાળકો બાદ છૂટાછેડા, તેમ છતા પોતાનું કરિયર બનાવવામાં સફળ રહી કનિકા કપૂર

Published On - 12:00 pm, Sat, 21 August 21