Ray Web Series : ત્રણ વેબ સિરીઝના લીડ એક્ટર એક જ વેબ સિરીઝમાં ! જાણો ક્યારે આવી રહી છે આ ધમાકેદાર વેબ સિરીઝ

|

Jun 08, 2021 | 8:10 PM

Ray Web Series : કોરોના કાળની સૌથી વધારે અસર ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળી હતી. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી એકપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ નથી થઈ જેને કારણે અનેક ફિલ્મોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

Ray Web Series : ત્રણ વેબ સિરીઝના લીડ એક્ટર એક જ વેબ સિરીઝમાં ! જાણો ક્યારે આવી રહી છે આ ધમાકેદાર વેબ સિરીઝ
Ray Web Series Actor

Follow us on

Ray Web Series : કોરોનાકાળની સૌથી વધારે અસર ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળી હતી. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી એક પણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ નથી થઈ જેને કારણે અનેક ફિલ્મોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

આજકાલ સિરિયલો કરતાં વેબસિરીઝનું ચલણ વધતું જોવા મળે છે, OTT પ્લેટફોર્મ માટે આફતમાં અવસર સાબિત થયો છે. સિરિયલનાં કોન્સેપ્ટ કરતા લોકોને વેબસિરીઝનાં કોન્સેપ્ટ વધારે પસંદ આવી રહ્યા છે. મિરઝાપુર, ફેમિલી મેન અને સ્પેશિયલ ઓપ જેવી વેબ સેરીઝને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને તેમના સ્ટાર્સને પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

ત્રણ વેબ સિરીઝના લીડ એક્ટર એક જ વેબ સિરીઝમાં

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આજે અમે એક એવી વેબસિરીઝની વાત કરી રહ્યા છીએ, જેનાં ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અભિષેક ચોબે દ્વારા ડાયરેક્ટ થયેલી વેબસિરિઝ ‘રાય’ માં એકસાથે ત્રણ વેબસિરીઝનાં લીડ એક્ટર જોવા મળશે. જેમાં, ફેમિલી મેનના (Family Man) લીડ એક્ટર મનોજ બાજપેયી, મિરઝાપુરના (Mirzapur) લીડ એક્ટર અલી ફઝલ અને સ્પેશિયલ ઓપસના (Special Ops) લીડ એક્ટર કે. કે. મેનન સહિતનાં એક્ટર જોવા મળશે.

‘રાય’ વેબસિરિઝમાં પૌરાણિક કથામાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સત્યજીત રેની કૃતિઓથી પ્રેરિત ચાર સ્ટોરી હશે. મનોજ બાજપેયી, અલી ફઝલ, હર્ષવર્ધન કપૂર અને કે. કે. મેનનની દરેક સ્ટોરી મુખ્યત્વે ‘અહંકાર, બદલો, ઈર્ષા અને વિશ્વાસઘાત’ પર આધારિત હોય છે.

‘રાય’ વેબસિરિઝ

આ વેબસિરિઝનાં ટ્રેલરમાં જોવા મળે છે કે, ફઝલ જે કમ્પ્યુટર મેમરી ધરાવે છે, જ્યારે હર્ષવર્ધન બોલિવૂડ સુપરસ્ટાર છે જે ગોડ વુમનનો સામનો કરે છે અને તેની લોકપ્રિયતા જોઈને લોકો દંગ રહી જાય છે અને મનોજ બાજપેયી ગઝલ ગાયક મુસાફિર અલીની ભૂમિકા નિભાવે છે, જે પોતાની ખોવાયેલી ખ્યાતિ મેળવવા માટે પ્રવાસ પર છે. છેવટે, કે. કે. મેનનના પાત્રની ઝલક મળે છે, જે સ્થિર નોકરી હોવા છતાં, એક મેકઅપ કલાકાર તરીકે કળા બનાવવા માંગે છે.

આ વેબસિરિઝ 25 જુનનાં રોજ જુદા-જુદા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, ત્યારે લોકો હાલ આ વેબસિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Published On - 8:06 pm, Tue, 8 June 21

Next Article