છેલ્લા કેટલાક દિવસોથી કેનેડાના ટોરેન્ટોમાં આવેલા વાવાઝોડાને કારણે ભારે વરસાદ થયો છે અને હાલમાં ત્યાંના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરમાં વિજળી પણ ગૂલ થઈ છે, લોકો ઘરની અંદર તેમજ બહાર પણ ફસાઇ ગયા છે. આવી જ હાલત પોપ્યુલર ઈન્ટરનેશનલ રેપર ડ્રેકની પણ છે, તેના અંદાજે 800 કરોડના ઘરની અંદર પાણી ભરાયા છે.
કેનેડિયન સિંગર રેપર ડ્રેક એ સિલેબ્રિટીસમાંથી એક છે. જેની પોપ્યુલારિટી દુનિયાભરમાં છે. રેપરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના કરોડોના ઘરમાં પણ પૂરનું પાણી ભરાયું છે.
તમને જણાવી દઈએ કે, ડ્રેકનું આ ઘર ટોરેન્ટો કેનેડામાં આવેલું છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ પૂરના દર્શ્યો દેખાડ્યા છે. તેના ઘરની અંદર માટીવાળું પાણી ચારે બાજુ ફેલાય ચૂક્યું છે. તેમના ઘરની અંદરથી પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ ફાયદો જોવા મળ્યો ન હતો.વિડીયોમાં કેપ્શન પણ લખ્યું છે.
Drake’s mansion looks to have been flooded via his IG Story pic.twitter.com/uzHnExgToB
— Wost (@mosthiphop) July 16, 2024
તમને જણાવી દઈએ કે, ડ્રેકે આ ઘર વર્ષ 2018માં ખરીદ્યું હતુ. તેમનું આ ઘર એવા વિસ્તારમાં છે. જેને કરોડપતિની લેન કહેવામાં આવે છે. તેમણે આ ઘર ખરીદ્યા બાદ રિનોવેશનમાં પણ ખુબ મોટો ખર્ચો કર્યો છે. તેની ડિઝાઈન પણ બદલી છે. તેમણે પોતાના આ ઘરનું નામ ધ એમ્બેસી રાખઅયું હતુ.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં માત્ર 3 કલાકમાં 25 ટકા વરસાદ થયો છે. જે આખા જુલાઈ મહિનામાં પડે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં આવેલી નદી, ઝરણા બે કાંઠે વહી રહ્યા છે. મુશળધાર વરસાદના કારણે હાઈવે અને ઘરોને ખુબ મોટું નુકસાન થયું છે. હજારો લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા છે.