Gehraiyaan: રણવીર સિંહે દીપિકા પાદુકોણની ‘ગહરાઈયાં’ના ટ્રેલરની કરી પ્રશંસા, કહી દીધુ કંઈક આવું

દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ 'ગહરાઈયાં' હવે 11 ફેબ્રુઆરી 2022ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મને શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યા છે.

Gehraiyaan: રણવીર સિંહે દીપિકા પાદુકોણની ગહરાઈયાંના ટ્રેલરની કરી પ્રશંસા, કહી દીધુ કંઈક આવું
Ranveer Singh And Deepika Padukone ( PS : instagram)
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:14 AM

દીપિકા પાદુકોણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગહરાઈયાં’નું (Gehraiyaan) ટ્રેલર ગઈ કાલે એમેઝોન પ્રાઈમ વીડિયોની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેના ટ્રેલરના રિલીઝ પછી જેની સૌથી વધુ ચર્ચા થઈ છે, તે છે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે ફિલ્માવવામાં આવેલા ઇન્ટિમેટ સીન. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ દીપિકા છે. દીપિકા પહેલીવાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરી રહી છે અને તેણે ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.

બધા રણવીર સિંહના જવાબની રાહ જોઈ રહ્યા હતા. મોડી રાત્રે રણવીરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીપિકાનું પોસ્ટર શેર કર્યું અને તેની ફિલ્મની પ્રશંસા કરી હતી. તેણે માત્ર દીપિકાના પાત્રના વખાણ કર્યા નથી, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા બાકીના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. તેણે આ ટ્રેલરને તીવ્ર અને મૂડી ગણાવ્યું છે.

રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘ગહરાઈયાં’ નું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં માત્ર દીપિકા જ જોવા મળી રહી છે. પોસ્ટર શેર કરતા તેણે લખ્યું છે કે મૂડી, સેક્સી અને ઇન્ટેસ, ડોમેસ્ટિક નોયર? સાઈન કરી લીધી છે. મારા બધા ફેવરિટ શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કર્વા. નસીર ધ લીજેન્ડર! અને મારી બેબી ગર્લ જે Fazillion Buxxxજેવી દેખાય છે. આ બધાનું નિર્માણ કરણ જોહરે કર્યું છે. રણવીરે આ પોસ્ટમાં બધાને શુભેચ્છા પાઠવી છે અને ફિલ્મ વિશે પોતાની ઉત્સુકતા પણ વ્યક્ત કરી છે.

આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે દર્શકો ઘણા સમયથી દીપિકા પાદુકોણની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ આગળ વધારી દેવામાં આવી છે. તે હવે 11 ફેબ્રુઆરી 2022ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મને શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યા છે. દીપિકા ઉપરાંત તેમાં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વા પણ છે. આ સિવાય પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં કામ કરતા જોવા મળશે. તેને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ દીપિકાની સૌથી ખાસ ફિલ્મો પૈકી એક છે, તે તેના દિલની ખૂબ જ નજીકની વાત કહી રહી છે.

આ પણ વાંચો : Cat Unknown Facts: ઊંઘવાની આદતથી લઈને અવાજના ટેલેન્ટ સુધી, બિલાડીની આ વાત બહુ ઓછા લોકોને છે ખબર

આ પણ વાંચો : Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

Published On - 9:59 am, Fri, 21 January 22