બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. લોકો આ દંપતી તરફથી કોઈ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની પ્રેગ્નન્સીની અફવાઓ પણ ઘણી વખત આવી છે. હવે રણવીરે તેના ચાહકોની હતાશાનો અંત લાવીને ઘણી મોટી જાહેરાત કરી છે.
રણવીર સિંહે તેના ટીવી શોના પહેલા જ દિવસે ખુલાસો કર્યો છે. શોમાં રણવીરે સ્પર્ધકોને કહ્યું, ‘તમે લોકો જાણો છો કે મારા લગ્ન થઇ ગયા છે અને હવે 2-3 વર્ષમાં બાળકો પણ થઇ જશે. ભાઈ, તારી ભાભી એટલી ક્યૂટ બેબી હતી ને ? હું દરરોજ તેના બાળપણના ફોટોઝ જોઉં છું અને કહું છું કે આવી એક દિકરી ભગવાન મને આપો, તો મારુ જીવન સેટ થઇ જાય.
એટલું જ નહીં, રણવીર સિંહે અહીં એ વાત પણ જણાવી કે તે પોતાના ભવિષ્યના બાળકો માટે નામોની યાદી પણ તૈયાર કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છું. જો હું તમારી પાસેથી ‘શૌર્ય’ લઈશ તો તમને વાંધો નહીં?’
વીડિયોની શરૂઆત રણવીર અને સ્પર્ધકોએ તેમના સૌથી પ્રખ્યાત ગીત ‘રામ લીલા ગોલિયોં કી રાસલીલા’ માંથી ‘તતડ તતડ’ પર ડાન્સ કરીને કરી હતી. સ્પર્ધકની માતા પણ ફ્રેમમાં તેના પુત્રની પ્રશંસા કરતી જોવા મળી હતી. તેણે આગળ કહ્યું કે તેને આશા છે કે તેના પુત્રનું નસીબ બદલાશે અને તે દીપિકા પાદુકોણ જેવી વ્યક્તિ સાથે લગ્ન કરશે.
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ 83 માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળશે. ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મો પણ રણવીરની આગામી ફિલ્મોની યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –