રણવીર સિંહે દીપિકા પાદુકોણને પોતાની ‘લક્ષ્મી’ કહી, કહ્યું- જ્યારથી તે જીવનમાં આવી છે…

|

Apr 25, 2022 | 10:11 PM

રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણને (Deepika Padukone) પોતાની લક્ષ્મી કહે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. દીપિકા અને રણવીરના ચાહકો બંનેની એક સાથે એક ઝલક મેળવવા માટે ખુબ ઉત્સુક છે.

રણવીર સિંહે દીપિકા પાદુકોણને પોતાની લક્ષ્મી કહી, કહ્યું- જ્યારથી તે જીવનમાં આવી છે...
Ranveer Singh & Deepika Padukone (File Photo)

Follow us on

અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના (Jayeshbhai Jordaar Film) પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે રણવીર સિંહની આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ‘ફાયરક્રેકર’. રણવીર સિંહ ફિલ્મના ગીત ફાયરક્રૅકરમાં તેની લવ લાઈફ વિશે વાત કરી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું પોતાના રિયલ લાઈફ પાર્ટનર વિશે શું કહેવું છે ?? આજે એટલે કે સોમવારે, આ ગીતના લોન્ચિંગ ઈવેન્ટમાં કંઈક એવું બન્યું. જી હા, દીપિકા પાદુકોણ, (Deepika Padukone) જેને રણવીર સિંહ પોતાની લક્ષ્મી કહીને બોલાવે છે.

દીપિકા પાદુકોણ રણવીર સિંહની લક્ષ્મી છે

રણવીર સિંહ પોતાનામાં એક ફાયરક્રેકર લઈને ફરે છે, કે તે જ્યાં પણ જાય છે ત્યાં ધમાલ મચાવે છે. કંઈક આવું જ આજે જયેશભાઈ જોરદારના ગીત Firecrackerના લોન્ચ ઈવેન્ટમાં થયું છે. આ દરમિયાન રણવીર સિંહે તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણના જોરદાર વખાણ કર્યા હતા. આટલું જ નહીં, રણવીર સિંહે મીડિયા સામે કબૂલ્યું કે દીપિકા પાદુકોણ તેના જીવનમાં પ્રવેશ્યા પછી જ બધું બદલાઈ ચૂક્યું છે.

આ ઈવેન્ટમાંથી રણવીર સિંહનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેને પિંકવિલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે રણવીર કોઈને પૂછી રહ્યો છે કે તમારા ઘરમાં કોણ છે ? પત્ની છે ? આના પર બીજી બાજુથી અવાજ આવે છે, કોઈ નથી… આ સાંભળીને રણવીર કહે છે, ચાલો નસીબદાર બનીએ. આ પછી તેણે કહ્યું કે, હું ભાગ્યશાળી છું, કારણ કે લક્ષ્મી મારા ઘરે આવી છે. જ્યારથી તે મારા જીવનમાં આવી છે, મેં ટ્રેક પકડ્યો છે… 2010 થી અત્યાર સુધી 10 વર્ષ થઈ ગયા છે. મારી પાસે મારી પત્નીનો સાથ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પછી તે ફિલ્મોમાં હોય કે વાસ્તવિક જીવનમાં. દીપિકા અને રણવીરના ચાહકો બંનેની એક સાથે એક ઝલક મેળવવા માટે ખુબ જ ઉત્સુક હોય છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર અને દીપિકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ બંને ફિલ્મી પડદે એકબીજા સાથે કામ કરી રહ્યા છે.

તાજેતરમાં, તેમની ફિલ્મ 83 રિલીઝ થઈ હતી, જે 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તે અદભુત ક્ષણને વર્ણવે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં હતો અને દીપિકા તેની પત્ની રોમાના રોલમાં હતી.

આ પણ વાંચો – Jayeshbhai Jordaar Song Firecracker: ગુજ્જુભાઈના અવતારમાં રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ, દેશી રેપ ચાહકોને પસંદ આવ્યું ગીત

Next Article