
યુટ્યુબના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા, જેને ‘બીઅરબાઈસેપ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હાલમાં જ પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના નિવેદને માત્ર તેના ફોલોઅર્સને જ નહીં, પરંતુ આખા સોશિયલ મીડિયાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
રણવીરે આ સમય એટલા ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો કે લોકો તેની ટીકા કરવા લાગ્યા.
આ મામલે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ ગુસ્સે થયા છે અને કહ્યું છે કઈ પણ રજૂ કરવાની પણ કેટલીક મર્યાદા હોય છે. ત્યારે સમાજની મર્યાદા તોડવા પર કડક કાર્યવાહી થશે, ત્યારે હવે આ સમગ્ર મામલે આ શોના આયોજકો પર FIR કરવામાં આવી છે.
વાસ્તવમાં, રણવીર ભારતના પ્રખ્યાત યુટ્યુબર સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં’ એક વિવાદાસ્પદ પ્રશ્ન પૂછતો જોવા મળ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચાનું કારણ બની ગયો છે. આ સમય રણવીરે એક સ્પર્ધકને એક પ્રશ્ન પૂછ્યો હતો, જેને મોટાભાગના દર્શકોએ ખૂબ જ વાંધાજનક અને શરમજનક ગણાવ્યો હતો. રણવીરે સ્પર્ધકને માતા-પિતાને ઈન્ટિમેટ થતા જોવા જેવો ગંદો પ્રશ્ન પુછે છે, જે વીડિયો જોઈ લોકો આ પ્રશ્નને અશ્લીલ જ નહીં પણ વાહિયાત પણ ગણી રહ્યા છે, આ વીડિયોમાં જોઈ શકો છો કે રણવીર શું બોલ્યો છે
Imagine the Indian celebrities, business czars & politicians who invite or do podcasts with men like @BeerBicepsGuy & @ReheSamay
If vulgarity & obscenity had any limit, such men annihilated it
How long my brother Indians & @MIB_India be quiet on this?pic.twitter.com/sPeO9ECfqK
— Rohan Dua (@rohanduaT02) February 9, 2025
રણવીરનો આ વીડિયો વાયરલ થતાની સાથે જ ઘણી મોટી હસ્તીઓએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રખ્યાત લેખક અને ગીતકાર નિલેશ મિશ્રાએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું કે, ‘આજકાલ કન્ટેન્ટની ગુણવત્તા એટલી ઘટી ગઈ છે કે તે અશ્લીલતા ભરેલી છે.
રણવીરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો આ શોને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે રણવીરને ટ્રોલ કર્યો અને કહ્યું કે એક જવાબદાર વ્યક્તિ બનવાને બદલે તે આવા અપમાનજનક પ્રશ્નો પૂછી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘તે એક અજ્ઞાન વ્યક્તિ છે, જે આવી વાતો કરતા પહેલા ક્યારેય પોતાના માતા-પિતા વિશે વિચારતો નથી.’
આ વિવાદ વધતા જ લોકોએ રણવીર સામે કડક કાર્યવાહીની માંગ શરૂ કરી દીધી હતી. જો કે આ સમગ્ર વિવાદ બાદ રણવીર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તેમના મૌનથી આ વિવાદ વકર્યો છે. તે જ સમયે, રૈનાએ તેની ચેનલ પરથી તે વીડિયો ડિલીટ કરી દીધો છે.
Published On - 1:50 pm, Mon, 10 February 25