Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

|

Aug 26, 2021 | 11:31 PM

રાજીવ કપૂરે (Rajiv Kapoor) આ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાને અલવિદા કહી હતી. રાજીવની કારકિર્દી અંગે તેમના મોટા ભાઈ રણધીર કપૂરે (Randhir Kapoor) ખુલાસો કર્યો છે.

Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ
Randhir kapoor, Rajiv Kapoor

Follow us on

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર (Randhir kapoor) તેના બંને ભાઈઓના મૃત્યુ બાદ તૂટી ગયા છે. રાજીવ કપૂર (Rajiv Kapoor) તેમના બે ભાઈઓ રણધીર અને ઋષિની જેમ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી શક્યા નથી. રાજીવે પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત ફિલ્મ એક જાન હૈ હમથી કરી હતી. પરંતુ તેમને રામ તેરી ગંગા મેલી ફિલ્મથી ઓળખ મળી. રણધીર કપૂરે હવે ભાઈ રાજીવની કારકિર્દી વિશે વાત કરી છે.

 

રણધીર કપૂરે જણાવ્યું છે કે રાજીવ તેમના જીવનના કેટલાક પ્રકરણોને કારણે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નથી. એક લેખમાં રણધીર કપૂરે જણાવ્યું હતું કે રાજીવના લગ્ન અસફળ રહ્યા હતા, જે માત્ર બે મહિના ચાલ્યા હતા. જેના કારણે તેમની કારકિર્દી પ્રભાવિત થઈ હતી. તેણે કહ્યું- રાજીવ અંદરથી હતાશ થઈ ગયા હતા ,જેના કારણે તેમણે તેમના પ્રોફેશનલ લાઈફ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. તે સૌથી પ્રતિભાશાળી કપૂરોમાંનો એક હતો. તેમણે પ્રેમ ગ્રંથનું નિર્દેશન પણ કર્યું હતુ, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

રાજીવે નથી કર્યા ફરી લગ્ન

રણધીર કપૂરે જણાવ્યું હતું કે રાજીવના અસફળ લગ્ન પછી તેની ઘણી ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેમણે ક્યારેય ફરીથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજીવ કપૂરે ફરીથી લગ્ન કેમ નથી કર્યા? આ અંગે રણધીર કપૂરે કહ્યું કે તમે કોઈને લગ્ન માટે દબાણ કરી શકતા નથી. તમે કોઈને પણ સલાહ આપી શકો છો. તે એટલો મોટો હતો કે તે પોતાના માટે નિર્ણય લઈ શકે.

 

તેમને ઘણી ગર્લફ્રેન્ડ્સ હોવા પછી પણ લગ્ન નહોતા કર્યા કારણ કે તેમણે લગ્નથી પોતાનું મન ગુમાવી દીધું હતું. તેમણે પુષ્કળ આલ્કોહોલ પીવાનું શરૂ કર્યું. હું વિચારતો હતો કે જો રાજીવને કંઈ થશે તો તે આલ્કોહોલના કારણે થશે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે આપણને આ રીતે છોડીને ચાલ્યા જશે.

 

તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરે 9 ફેબ્રુઆરી 2021ના ​​રોજ 58 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. રણધીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સવારે રાજીવની પલ્સ ઓછી થવા લાગી હતી અને તે ઘટી રહી હતી. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં.

 

આ પણ વાંચો :- Alia Bhatt ને આવી બોયફ્રેન્ડ રણબીર કપૂરની યાદ, એરપોર્ટ પર તેની કેપ લગાવીને જોવા મળી

 

આ પણ વાંચો :- Swara Bhasker રિનોવેશન બાદ તેના ઘરમાં થઈ શિફ્ટ, શેર કરી ગૃહ પ્રવેશની તસ્વીરો

Next Article