Ranbir Kapoor: ‘એનિમલ’ના સેટ પરથી લીક થયો રણબીર કપૂરનો વીડિયો, ન્યૂ લુકમાં ચોકલેટ બોય દેખાયો એક્ટર- જુઓ VIDEO

|

Jun 06, 2023 | 8:43 AM

"એનિમલ" T-Series અને Vanga's Bhadrakali Pictures દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેમાં રણબીર કપૂર સિવાય, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ અને શક્તિ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જેનું પોસ્ટર જાહેર કરવામાં આવશે. જો કે એ પહેલા રણબીર કપૂરનો સેટ પરથી વીડિયો લીક થયો છે.

Ranbir Kapoor: એનિમલના સેટ પરથી લીક થયો રણબીર કપૂરનો વીડિયો, ન્યૂ લુકમાં ચોકલેટ બોય દેખાયો એક્ટર- જુઓ VIDEO
Ranbir Kapoor video

Follow us on

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમલની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, જેની તસવીરો અને વીડિયો ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં રણબીર કપૂર દાઢી અને કિલર લુકમાં ફેન્સનું દિલ જીતતો જોવા મળ્યો હતો. પરંતુ હવે સેટ પરથી એક નવો કથિત વીડિયો લીક થયો છે, જેમાં તે ક્લીન શેવ લુકમાં જોવા મળી રહ્યો છે.

ક્લીન શેવમાં રણવીર કપૂર

રણબીર કપૂર ટૂંક સમયમાં દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ગેંગસ્ટર ડ્રામા એનિમલમાં જોવા મળશે, જે બોલિવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. દરમિયાન, નવા વિડીયો સામે આવ્યા છે જેણે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. એનિમલના કથિત વિડિયોમાં, રણબીર કપૂર, સફેદ શર્ટ, બ્લ્યૂ પેન્ટ અને લાલ ટાઈમાં સજ્જ, એક વર્ગખંડમાં તેના ડિરેક્ટર સાથે વાતચીત કરતો જોવા મળે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રિપોર્ટ્સ અનુસાર, રણબીર એનિમલમાં બે અલગ-અલગ પાત્રો ભજવી રહ્યો છે, જેમાં એક લેક્ચરર છે. જોકે, વીડિયો પરથી એ સ્પષ્ટ નથી થયું કે તે વિદ્યાર્થી છે કે લેક્ચરર. જો કે આ વીડિયો જોયા બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે.

અનિમલમાં આ એક્ટર્સ જોવા મળશે

તમને જણાવી દઈએ કે, “એનિમલ” T-Series અને Vanga’s Bhadrakali Pictures દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેમાં રણબીર કપૂર સિવાય, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ અને શક્તિ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જેનું પોસ્ટર જાહેર કરવામાં આવશે. વર્ષ 2023 ની શરૂઆત આવી હતી. હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે તેવા અહેવાલ છે.

વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા

એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- 100% જો શિક્ષક આવા હશે તો ક્લાસ ભરાયેલો રહેશે. તે જ સમયે, એક વ્યક્તિએ લખ્યું – તેને ફરીથી ક્લીન શેવ લુકમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી. જણાવી દઈએ કે વીડિયોમાં રણબીર કપૂર એક બ્લેકબોર્ડની સામે ઊભો જોવા મળે છે જેના પર કેટલાક ફોર્મ્યુલા લખેલા છે અને ક્લાસની સામે ઘણા છોકરાઓ બેન્ચ પર બેઠેલા જોવા મળે છે. એક વ્યક્તિ તેની સાથે કંઈક ચર્ચા કરી રહ્યો છે અને રણબીર માથું હલાવી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article