Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?

|

Sep 30, 2021 | 6:58 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ આલિયા અને રણબીર તાજેતરમાં ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. 28 સપ્ટેમ્બરના રોજ રણબીરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, તેના એક દિવસ પહેલા જ લવ બર્ડ જોધપુર પહોંચ્યું હતું.

Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?
Ranbir, Alia

Follow us on

બોલિવૂડનું સૌથી હોટ કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) અવારનવાર પોતાના સંબંધોને (Marriage News) લઈને ચર્ચામાં રહે છે. વેકેશન, ડિનર આઉટિંગ, ફેમિલી ગેટ -ટુગેધર – દરેક પ્રસંગે આ કપલ સાથે જોવા મળે છે અને તેમના લગ્નની ચર્ચા પણ લાંબા સમયથી ચાલે છે.

 

તાજેતરમાં જ બંને જોધપુર (Jodhpur)માં સાથે જોવા મળ્યા હતા, એવું માનવામાં આવતું હતું કે બંને અહીં તેમના લગ્ન માટેનું સ્થળ (Wedding Venue) જોઈ રહ્યા છે. જે પછી તેમના ચાહકોમાં પણ ઘણી ખુશી હતી, પરંતુ હવે જે ખબર સામે આવી રહી છે તે પછી તેમના ચાહકોને લાગી શકે છે ઝટકો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

આ વર્ષે લગ્ન નથી 

એક અહેવાલ અનુસાર આ કપલ અત્યારે લગ્નના મૂડમાં નથી અને ન તો બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના મિત્રએ જાહેર કર્યું છે કે બંને સીરિયસ રિલેશનશિપમાં છે અને બંને સમય આવશે, ત્યારે લગ્ન પણ કરશે, પણ ક્યારે? આ અંગે હવે કંઈપણ કહેવું ખોટું હશે. હવે જો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ દંપતી અત્યારે લગ્ન નથી કરી રહ્યું.

 

ફિલ્મ બ્રહ્માસ્ત્ર પછી લગ્નના સમાચાર

અત્યાર સુધી એવા સમાચાર હતા કે બંને તેમની પહેલી બહુપ્રતીક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmāstra)ની રજૂઆત બાદ એક સાથે લગ્ન કરશે. પરંતુ તેના નજીકના મિત્રોનું કહેવું છે કે જો આવું થશે તો તેણે ઘણો લાંબો સમય રાહ જોવી પડશે. કારણ કે બ્રહ્માસ્ત્ર ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર નથી. અત્યારે રણબીર આલિયાના લગ્ન અંગે કંઈ સ્પષ્ટ નથી.

 

આલિયાએ ઉજવ્યો રણબીરનો જન્મદિવસ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ આલિયા અને રણબીર તાજેતરમાં ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે જોધપુર પહોંચ્યા હતા. 28 સપ્ટેમ્બરના રોજ રણબીરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, તેના એક દિવસ પહેલા જ લવ બર્ડ જોધપુર પહોંચ્યું હતું.

 

આ ખાસ પ્રસંગે બંને જોધપુરના સુજાન જવાઈ કેમ્પમાં ગયા, જ્યાં તેઓએ પ્રકૃતિની નજીક રહીને કેટલીક ખાનગી ક્ષણો પસાર કરી. તળાવના કિનારે સૂર્યાસ્તમાં આલિયાએ તેનો અને રણવીરનો ફોટો શેર કર્યો અને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમને પોતાની જીંદગી કહી હતી.

 

આલિયાનું રક્ષણ કરતા જોવા મળ્યા હતા રણબીર 

જોધપુરથી પાછા ફરતી વખતે જ્યારે મીડિયા આ દંપતીની એક ફ્રેમ કેપ્ચર કરવા માટે ભેગા થયા, ત્યારે રણબીર તેમની લેડી લવનું રક્ષણ કરતા જોવા મળ્યા હતા અને તેમના ચાહકોને રણબીરની સ્ટાઈલ અને કાળજી ખુબ ગમી હતી. જે પછી વાયરલ થઈ હતી આ તસ્વીરો પર લોકોએ અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી હતી.

 

નીતુ કપૂર સાથે ફરી જોવા મળ્યું આ કપલ

મુંબઈ પહોંચ્યા બાદ આલિયા અને રણબીર પોતાના નવા ઘર (જે હાલમાં બાંધકામ હેઠળ છે)ને જોવા પહોંચ્યા. ત્રણેયની સાથે તસ્વીરો વાયરલ થઈ રહી છે, જોકે થોડા સમય પહેલા આલિયા રણબીરની મમ્મી નીતુ કપૂર સાથે બાંધકામનું કામ જોવા આવી હતી.

 

ફિલ્મના સેટ પર રણબીર આલિયા નજીક આવ્ય હતા

તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરની લવ સ્ટોરી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટથી શરૂ થઈ હતી. આ એકમાત્ર ફિલ્મ છે જેમાં બંને પડદા પર સાથે જોવા મળશે. આ સમય દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી અને બાદમાં બંને ડેટિંગ કરવા લાગ્યા હતા.

 

 

આ પણ વાંચો :- BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે “5 કરોડથી પહોચ્યા 25 કરોડ”

 

આ પણ વાંચો :- ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિ અભિનવ કોહલીએ વ્યક્ત કરી ચિંતા

Next Article