Rana Naidu Trailer : હાથમાં બેટ, લાલ રંગની ટ્રેન્ડી કારમાં રાણા દગ્ગુબતીએ કરી ધમાકેદાર એન્ટ્રી, એક્શન સિરિઝનું ટ્રેલર કર્યુ લોન્ચ

સીરિઝની જેમ ટ્રેલર લોન્ચ પણ મુંબઈમાં થયું હતું. જ્યારે વેંકટેશ અને રાણા દગ્ગુબતી તેમના ગ્રે જેકેટમાં અદભૂત દેખાયા હતા.

Rana Naidu Trailer : હાથમાં બેટ, લાલ રંગની ટ્રેન્ડી કારમાં રાણા દગ્ગુબતીએ કરી ધમાકેદાર એન્ટ્રી, એક્શન સિરિઝનું ટ્રેલર કર્યુ લોન્ચ
Rana Naidu Trailer
| Edited By: | Updated on: Feb 17, 2023 | 9:55 AM

હાથમાં બેટ લઈને ટ્રેન્ડી લાલ રંગની કારમાંથી બહાર નીકળી રાણા દગ્ગુબતીએ મારી એન્ટ્રી. રાણા દગ્ગુબતીએ Netflix ની આગામી હાઈ-ઓક્ટેન સીરિઝ, રાણા નાયડુના ટ્રેલર લોન્ચ વખતે તેની બ્લોકબસ્ટર એન્ટ્રી કરી હતી. બાહુબલી અભિનેતા રાણા નાયડુના ટ્રેલર મુંબઈની ગેલરી સેટ 2માં રજૂ કરે છે ત્યા ઉમટેલી ભીડના ઉત્સાહ વચ્ચે રાણા દગ્ગુબતી અને અન્ય કલાકારો ટ્રેલર લોન્ચ કરે છે આ વેબ સિરિઝમાં વેંકટેશ દગ્ગુબતી, જેઓ રાણાના વાસ્તવિક જીવનમાં કાકા પણ છે, જેઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

Rana Naidu Trailer Launch

ગેલરીમાં રાણા અને તેના સહ-અભિનેતા વેંકટેશ દગ્ગુબતીએ પણ શ્રેણીમાંથી એક દ્રશ્ય ફરીથી બનાવ્યું હતુ

Rana Naidu Trailer Launch

જ્યારે પાવર-પેક્ડ ડાયલોગ્સ આપ્યા જેમ કે, “તેરા સિગ્નલ તેરે સામને ખરા હૈ (તમારો લાલ સિગ્નલ તમારી સામે ઉભો છે)”. આ સિરિઝમા રાણા દગ્ગુબતી, વેંકટેશ, સુરવીન ચાવલા, ગૌરવ ચોપરા, અભિષેક બેનર્જી, સુચિત્રા પિલ્લઈ અને આશિષ પણ ભૂમિકામાં છે.

Rana Naidu cast

ધમાકેદાર એન્ટ્રી સાથે દગ્ગુબતી લોન્ચ કર્યુ ટ્રેલર

સીરિઝની જેમ ટ્રેલર લોન્ચ પણ મુંબઈમાં થયું હતું. જ્યારે વેંકટેશ અને રાણા દગ્ગુબતી તેમના ગ્રે જેકેટમાં અદભૂત દેખાયા હતા, સિરિઝના નિર્માતાઓએ ટ્રેલરનું લોન્ચ કર્યું જેમાં વેંકટેશ અને રાણા પિતા અને પુત્રની ભૂમિકામાં છે. એક્શનથી ભરપૂર ટ્રેલરમાં રાણા નાયડુ (રાણા દગ્ગુબતી)ને તમામ બોલિવૂડ સેલેબ્સ – “સ્ટાર્સના ફિક્સર” માટે સમસ્યા ઉકેલનારની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે.

Rana Naidu cast

વેંકટેશ દગ્ગુબાતી નાગા નાયડુની ભૂમિકા ભજવશે. ટ્રેલરમાં રાણા અને વેંકટેશ વચ્ચેના કેટલાક એક્શન સિક્વન્સ પણ જોવા મળશે,

Rana Naidu cast

સુરવીન ચાવલા, જે સિરિઝ રાણા સાથે રોમાન્સ કરતી જોવા મળશે, તે તેના ફ્લોરલ ડ્રેસમાં સુંદર દેખાતી હતી. ટ્રેલર લોન્ચથી રાણા નાયડુની આખી કાસ્ટની કેટલીક તસવીરો શેર થઈ રહી છે.

રાણા નાયડુંના ટ્રેલરમાં સ્ટાર્સ છવાયા

બુધવારે રાણા દગ્ગુબાતીની લોકપ્રિય વેબ સિરીઝ ‘રાણા નાયડુ’નું ટ્રેલર નેટફ્લિક્સ ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે રાણા દગ્ગુબતી ફુલ ઓન એક્શન કરતો જોવા મળી રહ્યો છે. રાણા નાયડુ સિરીઝના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ સિરીઝમાં રાણા દગ્ગુબતી એક સેલિબ્રિટી ફિક્સરની ભૂમિકામાં છે, જે મોટા કૌભાંડોમાં સામેલ છે.

આ કારણે ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે આ કૌભાંડ મોટું છે. 2 મિનિટ 23 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ અદભૂત છે, જેનાથી તમે તમારી નજર હટાવી શકતા નથી. ખાસ વાત એ છે કે વેબ સીરિઝમાં રાણા નાયડુ રાણા દગ્ગુબતીના રિયલ લાઈફ કાકા અને સાઉથ સિનેમાના દિગ્ગજ સુપરસ્ટાર વેંકટેશ દગ્ગુબતી વિલનનું પાત્ર ભજવતા જોવા મળે છે.