Ramayan: રામાયણ પર બની રહેલી ફિલ્મમાં સીતા બનશે કરીના કપૂર, 12 કરોડની કરી ડિમાન્ડ!

Ramayan: આજકાલ બોલિવૂડ ઐતિહાસિક અને પૌરાણિક ફિલ્મોથી ભરેલુ છે, ત્યારે ઘણા મોટા કલાકારો આવી ફિલ્મોનો ભાગ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં એક તરફ સૈફ અલી ખાન ફિલ્મ 'આદિપુરુષ'માં(Aadipurush) રાવણની ભૂમિકા નિભાવવા માટે ચર્ચામાં છે.

Ramayan: રામાયણ પર બની રહેલી ફિલ્મમાં સીતા બનશે કરીના કપૂર, 12 કરોડની કરી ડિમાન્ડ!
Kareena Kapoor (File Image)
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:15 PM

Ramayan: આજકાલ બોલિવૂડ ઐતિહાસિક અને પૌરાણિક ફિલ્મોથી ભરેલુ છે, ત્યારે ઘણા મોટા કલાકારો આવી ફિલ્મોનો ભાગ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં એક તરફ સૈફ અલી ખાન ફિલ્મ ‘આદિપુરુષ’માં(Aadipurush) રાવણની ભૂમિકા નિભાવવા માટે ચર્ચામાં છે. ત્યારે બીજી બાજુ એક એવા અહેવાલો છે કે રામાયણ પર બનનારી ફિલ્મમાં કરીના કપૂર સીતાની ભૂમિકામાં જોવા મળશે અને એ માટે તેણે ભારે ફીની માંગ કરી છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ (Actress) કરીના કપૂર ખાન ફરી એકવાર ચર્ચામાં છે, કરીના કપુર(Kareena Kapoor) પૌરાણિક ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ કરીનાએ રામાયણ પર બનવા જઈ રહેલી ફિલ્મમાં સીતાના રોલ માટે 12 કરોડની માંગ કરી છે.

 

એક બોલિવુડના રિપોર્ટ મુજબ પૌરાણિક ગાથા રામાયણ પર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં કરીના કપૂર સીતાના (Sita) રોલમાં જોવા મળશે અને સુત્રોનું માનીઓ તો કરીનાએ આ રોલ માટે 12 કરોડની માંગ કરી છે.

 

કરીનાએ કરી ભારે ભરખમ રકમની માંગ

પૌરાણિક ગાથા રામાયણ પર ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક અલૌલિક દેસાઈની ફિલ્મ માટે થોડા મહિના પહેલા જ દિગ્દર્શકે કરીના સાથે ફિલ્મને લઈને ચર્ચા કરી હતી. નિર્માતાઓની પહેલી પસંદ કરીના કપૂર ખાન છે અને તેની ભૂમિકા માટે કરીનાને 6થી 8 કરોડની ઓફર કરવામાં આવી હતી.

 

પરંતુ અચાનક કરીનાએ મન બદલી નાખ્યું હતુ અને આ ફિલ્મ માટે 12 કરોડની જેટલી ભારે ભરખમ રકમની માંગ કરી છે. કારણ કે, ફિલ્મમાં સીતાનું શુટિંગ અને પ્રોડક્શનમાં 8થી 10 મહિના જેટલો સમય લાગે એમ છે. હાલ કરીના પાસે વીરે દી વેડિંગ-2 (Veere Di Wedding) અને હંસલ મહેતાની એક ફિલ્મ છે, જે બે પ્રોજેક્ટ પુરા થયા બાદ જ તે રામાયણ ફિલ્મ પર ફોક્સ કરશે એવું જણાવ્યુ હતુ.

 

આ પણ વાંચો: શું તમે જાણો છો? ‘રામાયણે’ આ વિશ્વ રેકોર્ડ કર્યો હતો પોતાના નામે, 15 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહીં

Published On - 6:12 pm, Wed, 9 June 21