Rakhi Sawant Mother Death: રાખી સાવંતની માતાનું થયું નિધન, બ્રેન ટ્યૂમરથી હતા પીડિત

રાખી સાવંતની માતા જયા ભેદાનું નિધન થયું છે. તેમને મુંબઈના ક્રિટીકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ થોડા સમય પહેલા એક વીડિયો પોસ્ટ કરી આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમની માતાની તબિયત સારી નથી.

Rakhi Sawant Mother Death: રાખી સાવંતની માતાનું થયું નિધન, બ્રેન ટ્યૂમરથી હતા પીડિત
| Edited By: | Updated on: Jan 28, 2023 | 11:05 PM

રાખી સાવંતની માતા જયા ભેદાનું નિધન થયું છે. તેમને મુંબઈના ક્રિટીકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ થોડા સમય પહેલા એક વીડિયો પોસ્ટ કરી આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમની માતાની તબિયત સારી નથી. રાખીની માતા બ્રેન ટ્યૂમરથી પીડિત હતી અને રાખીએ આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે આ ટ્યૂમર તેમના ફેફસામાં ફેલાઈ ગઈ હતી. તેમને પોતાના ફેન્સને તેમની માતા માટે પ્રાર્થના કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે હવે રાખીની માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી રાખીની માતા ટ્યૂમરથી પરેશાન હતી. આ દરમિયાન સલમાન ખાનની સાથે ઘણા અભિનેતાએ તેમની મદદ પણ કરી હતી. આ વાતની જાણકારી રાખી સાવંતે પોતે આપી હતી. પોતાની માતાને લઈ ઘણી વખત રાખી સાવંતને ભાવુક થતી જોવામાં આવી છે.

રાખી સાવંતની મિત્રએ કરી વાતની પુષ્ટી

રાખી સાવંતની ટીમની સાથે તેમની મિત્ર રાજશ્રી મોરેએ પણ આ વાતની પુષ્ટી કરી છે. રાજશ્રી રાખીની સાથે તેમની માતાને જોવા હોસ્પિટલ આવી હતી. તેમને કહ્યું કે જ્યારે તે રાખીની માતાને જોવા તેમના વોર્ડમાં ગઈ, ત્યારે મોનિટર ફ્લૂક્ચ્યૂટ થઈ રહ્યું હતું. અડધા કલાકમાં ડોક્ટરે જાહેર કર્યુ તેમનું નિધન થયું છે. રાખીની માતાના પાર્થિવ શરીરને જુહૂના ક્રિટિકેયરથી કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવશે. ત્યારબાદ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

માતાની ખુબ જ નજીક હતી રાખી

રાખી સાવંત તેમની માતાની ખુબ જ નજીક હતી. બિગ બોસના ઘરમાં પણ ઘણી વખત રાખી સાવંતને પોતાની માતાની તબિયતના કારણે ઈમોશનલ થતી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાખીએ તેની માતાની ખાતર આદિલ સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે રાખી અને આદિલના લગ્ન 7 મહિના પહેલા થયા હતા, જેનો ખુલાસો હાલમાં જ થયો છે.

Published On - 10:31 pm, Sat, 28 January 23