Raj Kundra ના ગળે ગાળિયો કસાયો: વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR, ગહના વશિષ્ઠનું નામ પણ આરોપીમાં

|

Jul 28, 2021 | 9:56 AM

મંગળવારે બીજી અભિનેત્રીએ રાજ કુંદ્રાની કંપનીના 3 થી 4 નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપીઓમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠનું નામ પણ છે. આ કેસ દાખલ કરનારી અભિનેત્રી એક ઉભરતી અભિનેત્રી છે.

Raj Kundra ના ગળે ગાળિયો કસાયો: વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR, ગહના વશિષ્ઠનું નામ પણ આરોપીમાં
FIR filed against producer of Raj Kundra including Gehana Vasisth by new actress and model

Follow us on

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા દ્વારા પોર્ન ફિલ્મોના નિર્માણ અને વિવિધ એપ્સ (Raj Kundra Pornography Case) દ્વારા તેના પ્રસારના કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. મંગળવારે બીજી અભિનેત્રીએ રાજ કુંદ્રાની કંપનીના 3 થી 4 નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આરોપીઓમાં અભિનેત્રી ગહના વસિષ્ઠનું (Gehna Vasisth) નામ પણ છે. આ કેસ દાખલ કરનારી અભિનેત્રી નવોદિત છે. મુંબઈના મલાડ વિસ્તારમાં માલવાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

FIR ભારતીય કાયદા સંહિતા (IPC) ની કલમ 392,393,420 અને 34 હેઠળ નોંધવામાં આવી છે. આ સિવાય આઈટી એક્ટ 66,67 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ ઉપર મહિલાઓના અભદ્ર ચિત્રણને રોકવા માટેના કાયદા [The Indecent representation of women’s (Prohibition) act] 3,4,6,7 એક્ટ પણ લાદવામાં આવ્યા છે. આ માહિતી આપતાં અમારી સહયોગી ચેનલ ટીવી 9 મરાઠીના રિપોર્ટર બૃજભાન જૈસ્વારે કહ્યું કે હવે આ કેસ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવશે.

મુંબઇ પોલીસે પકડ્યા 120 નવા પોર્ન વિડીયો

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

દરમિયાનમાં તમને જણાવી દઈએ કે, મંગળવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, પોલીસે 120 નવા અશ્લીલ વિડીયો ઝડપ્યા છે. રાજ કુન્દ્રા સામે આ એક મોટો પુરાવો બની શકે છે. ખરેખર રાજ કુંદ્રાને તેની ધરપકડની આશંકા હતી, તેથી તેણે માર્ચમાં જ પોતાનો ફોન બદલ્યો હતો. આને કારણે ક્રાઇમ બ્રાંચને હજી સુધી આ કેસ સાથે જોડાયેલો જૂનો ડેટા મળ્યો નથી. તે જૂના ડેટાની શોધ ચાલુ છે. જો તે ડેટા મળી આવે છે, તો પછી ઘણા વધુ સનસનાટીભર્યા ઘટસ્ફોટ થઈ શકે છે. રાજ કુન્દ્રાની કંપનીના નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવીને નવી અભિનેત્રીએ કુંદ્રાની મુશ્કેલીઓ વધારી દીધી છે.

કુંદ્રાએ ઘણા બોગસ નિર્માતાઓની ટીમ બનાવી હતી

ક્રાઈમ બ્રાંચના (Mumbai Police Crime Branch) સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનેક બોગસ નિર્માતાઓ અશ્લીલ ફિલ્મોના નિર્માણ માટે ઉભા કરાયા હતા. પરંતુ તે ફિલ્મોમાં રાજ કુંદ્રા દ્વારા નાણાંનું રોકાણ કરાતું હતું. દરેક નિર્માતા માટે એક અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. એક સાથે ઘણી ફિલ્મો ઘરની અંદર શૂટ કરવામાં આવી હતી. ભૂતકાળમાં કેટલીક અભિનેત્રીઓ અને મ મોડેલોએ રાજ કુંદ્રાની કંપની પર નગ્ન દ્રશ્યો અને અશ્લીલ ફિલ્મો કરવા દબાણ લાવવાનો આરોપ લગાવ્યો હતો.

 

આ પણ વાંચો: Viral Video: કારગિલ દિવસ પર અજય દેવગનની કવિતા સાંભળીને રડી પડ્યા અક્ષય કુમાર, તમે પણ સાંભળો આ કવિતા

આ પણ વાંચો: લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ હશે મજેદાર, જાણો શું આવશે ટ્વીસ્ટ

Published On - 9:55 am, Wed, 28 July 21

Next Article