Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર? મુંબઈ પોલીસ કરશે તપાસ! જાણો વિગત

|

Jul 21, 2021 | 11:50 AM

અશ્લીલતા મામલે આરોપી રાજ કુંદ્રા અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાંથી એકાઉન્ટ શીટ્સ સહિત અશ્લીલ કલીપ પણ મળી છે. આ મામલે શિલ્પાની પણ તપાસ થવાની સંભાવના છે.

Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર? મુંબઈ પોલીસ કરશે તપાસ! જાણો વિગત
Mumbai Police to investigate Shilpa Shetty's role in Raj Kundra Case

Follow us on

અશ્લીલતાના કેસમાં આરોપી રાજ કુંદ્રાની પત્ની બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધી શકે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ આ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ હેઠળ આવી શકે છે. મુંબઇ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અશ્લીલતા મામલે રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે મુંબઈ પોલીસ તેની પત્ની શિલ્પા શેટ્ટીની ભૂમિકાની પણ તપાસ કરશે.

જે વિયાન કંપની દ્વારા આ આખી રમત ચાલી રહી હતી, હવે પોલીસે તેની પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલમાં મુંબઈ પોલીસને શિલ્પાની કોઈ સક્રિય ભૂમિકા મળી નથી, પરંતુ આ મામલે તેની સંડોવણી શું છે તે શોધવું જરૂરી છે. ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની oઓફિસમાંથી ખાતાની શીટ્સ સહિત અશ્લીલ ક્લિપ્સ પણ મળી છે.

રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે એસ્પ્લેનેડ કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે મંગળવારે ક્રાઈમ બ્રાંચની ટીમ તેને બાયકુલા જેલમાં લઈ જઇ રહી હતી, ત્યારે તે ઘણો નિરાશ હતો. આ દરમિયાન રાજ કુંદ્રાએ પ્રશ્નોના જવાબો પણ આપ્યા નહોતા. મુંબઇ પોલીસ આરોપીઓને ઘણીવાર બાયકુલામાં જ રાખે છે અને અહીંથી જ તેમની પૂછપરછ કરવામાં આવે છે.

આ સમગ્ર મામલે મુંબઈ પોલીસે 4 ફેબ્રુઆરીએ પ્રથમ કેસ નોંધ્યો હતો. આ કિસ્સામાં મુંબઈમાં જ એક છોકરી માલવાની પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે આ અશ્લીલ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે કેવી રીતે કેટલાક લોકો ફિલ્મો અને ઓટીટીમાં કામ મેળવવાના નામે છોકરીઓને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવાની ફરજ પાડે છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલા બંગલા પર દરોડો પાડ્યો હતો, જેને પોર્ન ફિલ્મોના શૂટિંગ માટે ઉદ્યોગપતિઓ ભાડે આપી રહ્યા હતા. આ દરોડામાં બોલિવૂડ અભિનેત્રી સહિત 11 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે પોલીસને અહીંથી રાજ કુંદ્રા અને તેની પોર્ન કંપની વિશે કડીઓ મળી હતી. જો કે, પોલીસ નક્કર પુરાવા વગર કાર્યવાહી કરવાથી બચી રહી હતી.

પોલીસ શું કહે છે?

મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ કુંદ્રાએ આ ઉદ્યોગમાં (પોર્ન ફિલ્મોનો ઉદ્યોગ) આશરે 8 થી 10 કરોડનું રોકાણ કર્યું હતું. રાજ કુંદ્રા અને બ્રિટનમાં રહેતા તેના બનેવીએ મળીને કેનરીન નામની કંપની બનાવી. આ વિડીયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વી ટ્રાન્સફર દ્વારા યુકેમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.

કેટલી સજા થઈ શકે છે?

અશ્લીલતા હેઠળ આવતા કેસોમાં આઇટી એક્ટ 2008 ની કલમ 67 (એ) અને આઈપીસીની કલમ 292, 293, 294, 500, 506 અને 509 હેઠળ સજાની જોગવાઈ છે. પ્રથમવાર આ ગુનામાં ગુનાની ગંભીરતાના આધારે 5 વર્ષ સુધીની કેદ અથવા 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. પરંતુ, જો આવા ગુનામાં બીજી વાર પકડાય તો જેલની સજા સાત વર્ષ સુધીની થઈ શકે છે.

 

આ પણ વાંચો: હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

આ પણ વાંચો: તેના ‘ત્રીજા સંતાન’ના કારણે મુશ્કેલીઓમાં કરીના કપૂરના, પુસ્તકના વિરોધમાં આ સંગઠને નોંધાવી ફરિયાદ

Next Article