Breaking: હાઈકોર્ટે રાજ કુંદ્રાની અરજી ફગાવી, ધરપકડને ગેરકાયદેસર ગણાવી ફેંક્યો હતો પડકાર

|

Aug 07, 2021 | 11:34 AM

હાઈકોર્ટે રાજ કુંદ્રાની અરજી ફગાવીને શિલ્પાના પતિને મોટો ઝટકો આપ્યો છે. કુંદ્રાના વકીલે ધરપકડને ગેરકાયદેસર ગણાવી પડકાર ફેંક્યો હતો.

Breaking: હાઈકોર્ટે રાજ કુંદ્રાની અરજી ફગાવી, ધરપકડને ગેરકાયદેસર ગણાવી ફેંક્યો હતો પડકાર
Bombay high court dismissed shilpa shetty husband plea challenging his remand

Follow us on

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી હતી. રાજ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. પરંતુ રાજને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે

મુંબઈ પોલીસ દ્વારા ધરપકડને પડકારતી અરજી પર મુંબઈ હાઈકોર્ટે 2 ઓગસ્ટના રોજ આદેશ અનામત રાખ્યો હતો. આજે જસ્ટિસ એએસ ગડકરીએ આ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એએસ ગડકરીએ કહ્યું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટડીમાં રિમાન્ડ કાયદા અનુસાર છે અને તેમાં કોઈ દખલની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે 29 જુલાઈએ કોર્ટે રાજ કુંદ્રા અને રાયન થોર્પેના જામીન પર બંનેના વકીલોની દલીલો સાંભળી હતી. રાજ કુંદ્રાના વકીલે કહ્યું હતું કે તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે કહ્યું કે રાજ દ્વારા CrPC ની કલમ 41 (A) પર સહી કરવાનો ઇનકાર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મીડિયા કવરેજ સામે શિલ્પા શેટ્ટી હાઈકોર્ટમાં ગઈ હતી

શિલ્પા શેટ્ટીએ પણ રાજ કુંદ્રા કેસ અંગે મીડિયા કવરેજને લઈને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના પર હાઈકોર્ટે શિલ્પાને જ સંભળાવ્યું હતું. હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીના વકીલને કહ્યું કે તમારા ક્લાયન્ટના પતિ સામે ગંભીર કેસ છે. મીડિયા આ કેસને કવર કરી રહ્યું છે. ભારતમાં મીડિયાને સમાચાર પ્રકાશિત કરવાની અને બતાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. હાઇકોર્ટ મીડિયાની સ્વતંત્રતાને અસર કરે તેવું કોઈ કામ કરશે નહીં. હાઇકોર્ટ આ મામલામાં દખલ નહીં કરે.

શર્લિન ચોપરાએ લગાવ્યા આરોપ

આ બાદ તાજેતરમાં ફરી શિલ્પાનું નામ ચર્ચામાં આવ્યું છે. જેનું કારણ છે શર્લિન ચોપરા. અહેવાલો અનુસાર શર્લિને કહ્યું કે રાજ કુંદ્રાએ તેને એમ કહીને ગેરમાર્ગે દોરી હતી કે શિલ્પા શેટ્ટી તેના વિડીયોને પસંદ કરી રહી છે. શર્લિને એમ પણ કહ્યું કે રાજ મારો મેન્ટોર હતો. તેણે મને એમ કહીને ગેરમાર્ગે દોરી કે હું જે પણ શૂટ કરું છું તે ગ્લેમર માટે છે.

શિલ્પા શેટ્ટીને વિડીયો ગમ્યા

શર્લીને કહ્યું કે “રાજ કુંદ્રાએ મને કહ્યું હતું કે શિલ્પા શેટ્ટી તેના વિડીયો અને ફોટાને પસંદ કરી રહી છે. તેણે વિશ્વાસ અપાવ્યો કે અર્ધ નગ્ન અને પોર્ન કેઝ્યુઅલ છે. દરેક જણ કરે છે તેથી મારે પણ કરવું જોઈએ.” રાજ કુંદ્રા કેસમાં રોજ નવા ખુલાસા અને વળાંકો આવતા રહે છે. જોવું રહ્યું કે આ બધા રસ્તાઓ ક્યાં જઈને અટકે છે.

 

આ પણ વાંચો: શર્લિનના ખુલાસાથી ફરી શિલ્પાનું નામ ચર્ચામાં, કહ્યું આ રીતે શિલ્પાના નામે છેતરતો હતો કુંદ્રા

આ પણ વાંચો: Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

Published On - 11:13 am, Sat, 7 August 21

Next Article