Raj Kundra Arrest Case: અશ્લીલ ફિલ્મોના આરોપી રાજ કુંદ્રા જો દોષી સાબિત થશે તો જાણો શું થઈ શકે છે સજા

|

Jul 20, 2021 | 9:29 AM

અશ્લીલ ફિલ્મો અને અશ્લીલ સાહિત્યને લઈને ભારતનો કાયદો ઘણો કડક છે. આવા કેસોમાં આઈટી એક્ટની સાથે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એટલે કે IPCની પણ ઘણી કલમો નાંખવામાં આવે છે.

Raj Kundra Arrest Case: અશ્લીલ ફિલ્મોના આરોપી રાજ કુંદ્રા જો દોષી સાબિત થશે તો જાણો શું થઈ શકે છે સજા
Raj kundra & Shilpa Shetty - File Photo

Follow us on

Raj Kundra Arrest Case: મુંબઈ પોલીસની (Mumbai Police) ક્રાઇમ બ્રાંચે (Mumbai Crime Branch) સોમવારે મોડી રાત્રે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, જે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ છે. રાજ કુંદ્રા (Raj Kundra) પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. આવા કિસ્સાઓમાં આરોપી પર IT Act અને IPC મુજબ કાર્યવાહી થતી હોય છે. અને જો આરોપી પર ગુનો સાબિત થાય છે તો તેને ઘણા વર્ષો સુધી જેલની હવા ખાવી પડે છે.

અશ્લીલ ફિલ્મો અને અશ્લીલ સાહિત્યને લઈને ભારતનો કાયદો ઘણો કડક છે. આવા કેસોમાં આઈટી એક્ટની સાથે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એટલે કે IPCની પણ ઘણી કલમો નાંખવામાં આવે છે. ઇન્ટરનેટના વિકાસ અને મોર્ડન ટેક્નોલોજીના વિકાસ પછી, આઇટી એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. જેથી આજના સમયમાં આવા કેસોમાં દોષી ઠરેલી વ્યક્તિને કડક થાય.

એન્ટિ-પોર્નોગ્રાફી કાયદો
ઇન્ટરનેટ દ્વારા અશ્લીલતાનો વેપાર પણ તેજીમાં છે. આવી સ્થિતિમાં, પોર્નોગ્રાફી એ મોટો ધંધો બની ગયો છે. જેમાં સેક્સ, જાતીય કૃત્યો અને નગ્નતાના આધારે ફોટા, વિડિઓઝ, ટેક્સ્ટ, ઑડિઓ અને તેને લાગતા કન્ટેન્ટ સામેલ છે. આવા કોઈ પણ જાતના અશ્લીલ સાહિત્યને ઇલેક્ટ્રોનિક રૂપે પ્રકાશિત કરવામાં આવે, કોઈને મોકલવામાં આવે છે અથવા કોઈ અન્ય માધ્યમથી પ્રસારિત  કરવામાં આવે તો તેમાં આ એન્ટિ-પોર્નોગ્રાફી કાયદો લાગુ પડે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અશ્લીલ વીડિયો બનાવવો તે ગુનો છે.
જેઓ અન્યોના નગ્ન અથવા અશ્લીલ વીડિયો બનાવે છે અથવા આવા MMS બનાવે છે અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તેમને પ્રસારિત કરે છે અને જેની મરજી વિરુદ્ધ કોઈને પણ અશ્લીલ મેસેજ મોકલે છે તે આ કાયદાના દાયરા હેઠળ આવે છે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય લોકોને પોર્નોગ્રાફી પ્રકાશિત અને પ્રસારિત કરવી ગેરકાનૂની છે, જ્યારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.

આઈટી એક્ટ અને આઈપીસી હેઠળ સજા
આ અંતર્ગત આઈટી (સુધારો) અધિનિયમ 2008 ની કલમ 67 (એ) અને IPCની કલમ 292, 293, 294, 500, 506 અને 509 હેઠળ સજાની જોગવાઈ છે. પ્રથમ ગુનામાં પાંચ વર્ષ સુધીની કેદ અથવા 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે, પરંતુ બીજા ગુના માટે જેલની સજા સાત વર્ષની થઈ શકે છે.

 

આ પણ વાંચો: કોઈની પણ લોનમાં ગેરેંટર બનતા પહેલા આ નિયમો ધ્યાનમાં રાખજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

Next Article