તાજેતરમાં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન દરમિયાન અનંત અંબાણી તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા. અનંત અને રાધિકા બ્લેક આઉટફિટમાં ક્લાસી દેખાતા હતા, પરંતુ રાધિકા મર્ચન્ટના પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતુ. રાધિકાના આ પર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો રાધિકા મર્ચન્ટના પર્સની કિંમત કરોડોમાં છે.
ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટ બ્લેક સાડીમાં જોવા મળી હતી. તેણીએ કાળી સાડી પહેરી હતી જેમાં ફ્રિન્ગ ડિટેલિંગ અને સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી. ડાયમંડ અને રૂબી નેકપીસ, ઇયરિંગ્સ અને મેચિંગ મોટી બેંગ્લસે તેના લુક ને સપૂર્ણ કર્યો હતો. રાધિકાએ તેના હાથમાં એક નાનું પર્સ લીધું હતું જે પર્સ મોબાઈલ ફોન કરતા પણ નાનું હતુ જેમાં લગભગ બે લિપ્સટીક પણ મુકોને તો ભરાઈ જાય પણ આ પર્સ ખરેખર ખુબ જ આકર્ષક હતુ જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.
આ પર્સમાં જેની સોશિયલ મીડિયામાં આટલી ચર્ચા થઈ છે તેની કિંમત સાંભળીને તમારી પણ આંખો ચાર થઈ જશે. ત્યારે મળતી માહિતી મુજબ આ પર્સની કિંમત 2 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાધિકા મર્ચન્ટ આ ઈવેન્ટમાં લગભગ 2 કરોડની કિંમતનું પર્સ લઈને જતી જોવા મળી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાધિકા મર્ચન્ટની આ બેગ Hermes Kelly Morphos બ્રાન્ડની SAC Bijou ચેઇન સ્ટર્લિંગ સિલ્વર બેગ છે. તે યુએસની સૌથી મોંઘી બ્રાન્ડ છે. આ બેગની કિંમત મેડિસન એવન્યુ કોચરની વેબસાઈટ પર શેર કરવામાં આવી છે. આ બેગની કિંમત 2,35,000 ડોલર એટલે કે 1 કરોડ 93 લાખ 67 હજાર રૂપિયા છે.
કરોડોની કિંમતની આ બેગમાં ચેઇનમેલ બોડી, શોલ્ડર અને નેકલાઇન સ્ટ્રેપ ડિઝાઇન આપવામાં આવી છે. આ બેગ ફ્રાન્સમાં બનેલી છે. આ બેગની લંબાઈ અને પહોળાઈ ફોન કરતા ઓછી છે. તેની પહોળાઈ 4.25 ઈંચ અને લંબાઈ 2.75 ઈંચ છે. તેના હેન્ડલની લંબાઈ માત્ર 1.5 ઈંચ છે. આ બેગમાં રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, સોલિડ સિલ્વર, સ્પિનલ જેમસ્ટોન્સ અને હીરા જડેલા છે. તે એક મહાન નાઇટ પાર્ટી બેગ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. બેગની કિંમત કસ્ટમાઇઝ કરીને વધારી કે ઘટાડી શકાય છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ રાધિકા મર્ચન્ટની જ બેગ છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…