Radhe shyam : ફિલ્મ ‘રાધે શ્યામ’નું નવું ગીત 1 ડિસેમ્બરે થશે રિલીઝ, પ્રોમો થયો રિલીઝ

|

Nov 30, 2021 | 8:18 AM

પ્રભાસનું રોમેન્ટિક અંદાજમાં પરત ફરવુંએ એ સૌથી વધુ રાહ જોવાતી ક્ષણ રહી છે. 'રાધે શ્યામ'માં વિક્રમાદિત્યની ભૂમિકા સાથે એક્ટર એક દાયકા પછી આ અંદાજમાં પાછા ફરવા માટે તૈયાર છે.

Radhe shyam : ફિલ્મ રાધે શ્યામનું નવું ગીત 1 ડિસેમ્બરે થશે રિલીઝ, પ્રોમો થયો રિલીઝ
Radheshyam

Follow us on

‘રાધે શ્યામ’ 2022ની સૌથી મોટી ફિલ્મ પૈકી એક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત આ ફિલ્મ ઘણા પોસ્ટરો અને ગીત રિલીઝ વગેરે સાથે ફેન્સને વ્યસ્ત રાખવામાં સફળ રહી છે. હવે જેમ જેમ આપણે ફિલ્મની રિલીઝની નજીક આવીએ છીએ, દરેક દિવસ એક ઉજવણી છે કારણ કે આપણને કંઈક નવું અને રોમાંચક જોવા મળી રહ્યું છે. અને હવે થીમને ધ્યાનમાં રાખીને અહીં રાધે શ્યામના ગીતનો નવો પ્રોમો છે જે 1લી ડિસેમ્બરે રિલીઝ થવાનો છે.

રાધે શ્યામની ટીમે તેમના આગામી હિન્દી ગીત ‘આશિકી આ ગયી’નો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં જોઈ શકીએ છીએ કે પ્રભાસ અને પૂજાએ સુંદર વાદળી મેચિંગ આઉટફિટ્સમાં દરિયા કિનારે લટાર મારતા જોઈ શકીએ છીએ જે તેને એક સ્વપ્ન ક્રમ જેવી અનુભૂતિ આપે છે. એક્ટર અને એક્ટ્રેસ એક રોમેન્ટિક વિડિયોમાં વાસ્તવિક અને નજીકના દેખાય છે જ્યાં તેમની કેમેસ્ટ્રી આપણને મોટા પડદા પર તેમની દસ્તક વિશે વધુ ઉત્સુક બનાવે છે.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

આ ગીત એક ખાસ હિન્દી ગીત છે જે ખાસ હિન્દી ગીત પ્રેમીઓ માટે હશે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે અને સંગીત મિથુને આપ્યું છે. અત્યાર સુધી પ્રોમોને ખૂબ જ સકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે અને ફેન્સ ગીતના રિલીઝની રાહ જોઈ શકતા નથી. પ્રભાસ અને પૂજા હેગડે પહેલીવાર ‘રાધે શ્યામ’માં ઓનસ્ક્રીન સાથે કામ કરશે. પ્રભાસ આ ફિલ્મમાં એક હસ્તરેખા પાઠકની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, જે આપણે પહેલાં ક્યારેય જોઈ નથી.

આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. ભૂષણ કુમાર, વંશી, પ્રમોદ અને પ્રસીધા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે જોવા મળશે અને તે 14 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે.

 

‘રાધે શ્યામ’ના નિર્માતાઓએ તહેવારની રિલીઝ ડેટને વળગી રહેવાનું નક્કી કર્યું છે. જે ફિલ્મ માટે પહેલેથી જ નક્કી કરવામાં આવી છે. પ્રભાસ-પૂજા અભિનીત ફિલ્મ 14 જાન્યુઆરી, 2022 ના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે દક્ષિણમાં એક મોટો વીકએન્ડ  છે કારણ કે તે સમયે પોંગલની ઉજવણી ચાલી રહી હશે. જેના કારણે તે ફિલ્મની રિલીઝ  માટે ખૂબ જ શુભ દિવસ છે.

આ પણ વાંચો  : Omicron Variant: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે- ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનું કારણ છે ગભરાવવાનું નહીં

આ પણ વાંચો : શેરશાહના એક્ટરનું છલકાઈ ઉઠયું દર્દ, કહ્યું કે- મેં મારી પહેલી ફિલ્મ બાદ ઘણા ઉતાર-ચડાવ જોયા

Next Article