Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર

પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામની રાહ જોતા ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સુપરસ્ટારે તેમની ફિલ્મની નવી રીલીઝ ડેટ જાહેર કરી છે.

Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર
Radhe Shyam (Prabhas)
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:21 PM

તે દિવસ આવી ગયો, જ્યારે ઘણા લોકોની પ્રાર્થનાઓ સ્વીકારવામાં આવી છે કારણ કે રાધે શ્યામ (Radhe Shyam) ની રિલીઝ તારીખ હવે સામે આવી ગઈ છે. ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મની ટીમે પોસ્ટર અને અન્ય ઝલક જાહેર કરીને દરેકના ઉત્સાહને જીવંત રાખ્યો છે અને હવે આખરે તારીખ બહાર આવી છે.

પ્રભાસે (Prabhas) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમને ડેપર લુકમાં યુરોપના રસ્તાઓ પર લટાર મારતા જોવા મળી શકે છે અને પોસ્ટરમાં જણાવામાં આવ્યું છે કે ફિલ્મ મકર સંક્રાંતિ/પોંગલ પ્રસંગે રિલીઝ થશે, એટલે કે તે 14 જાન્યુઆરી, 2022 માં બહાર આવશે.

પોસ્ટરમાં પ્રભાસે હાથમાં સૂટકેસ પકડીને સૂટ પહેર્યો છે. પ્રભાસની આસપાસ મોટી ઇમારત જોવા મળી રહી છે. પ્રભાસે ફોટો શેર કરતા લખ્યું, “મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. રાધે શ્યામની નવી રીલીઝ તારીખ 14 જાન્યુઆરી 2022 છે.

અહીં જુઓ રાધે શ્યામનું નવું પોસ્ટર


લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંથી એક હશે અને પ્રભાસના ચાહકો આ જાહેરાત સાંભળીને ચોક્કસ ખુશ થશે.

આ ફિલ્મ સાથે લગભગ એક દાયકાના અંતરાલ બાદ પ્રભાસ રોમેન્ટિક શૈલીમાં પરત ફરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની નવી જોડી જોવા મળશે અને ફિલ્મના ઘણાં પોસ્ટર બહાર આવ્યાં છે જેમાં પ્રભાસને એક લવર બોયના અવતારમાં બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022 ના રોજ સ્ક્રીન પર રિલીઝ થશે. રાધે શ્યામ બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :- Birthday Special: જ્યારે સોનુ સૂદનો આભાર માનવા ફેન્સ વટાવી ગયા હદ, જાણો 5 દિલધડક કિસ્સા

આ પણ વાંચો :- Insta માં માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં

Published On - 3:21 pm, Fri, 30 July 21