Asees Kaur Wedding: ‘રાતાં લાંબિયાં’ ફેમ સિંગર અસીસ કૌરે કર્યા લગ્ન, જાણો કોણ છે ગાયિકાનો સપનાનો રાજકુમાર?

|

Jun 18, 2023 | 9:54 AM

ચાહકો ગાયિકા અસીસ કૌરને તેના હિટ ગીત રતન લાંબિયાથી ઓળખે છે. અસીસના લગ્ન 17 જૂને ગુરુદ્વારામાં થયા હતા. તેણે લગ્નની તસવીરો શેર કરી છે જેના પર સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે.

Asees Kaur Wedding: રાતાં લાંબિયાં ફેમ સિંગર અસીસ કૌરે કર્યા લગ્ન, જાણો કોણ છે ગાયિકાનો સપનાનો રાજકુમાર?
singer Asees Kaur got married

Follow us on

Asees Kaur:  જાણીતી ગાયિકા અસીસ કૌરે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. અસીસ કૌરના લગ્ન 17 જૂને થયા હતા. તેણે પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. અસીસ કૌર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘શેરશાહ’ ના તેના હિટ ગીત ‘રાતા લાંબિયાં’ માટે જાણીતી છે આ સિવાય પણ અસીસે બોલિવુડમાં અનેક હિટ સોંગ આપ્યા છે. સેલિબ્રિટીઝ અને ફેન્સ તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અસીસે મ્યુઝિક કમ્પોઝર ગોલ્ડી સોહેલ સાથે ગુરુદ્વારામાં સાદગીથી લગ્નની વિધિ કરી હતી. સમારંભ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો હતો જેમાં ફક્ત મિત્રો અને નજીકના લોકો જ હાજર હતા.

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા

અસીસે લગ્નમાં પિંક કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેના પાર્ટનર ગોલ્ડીએ મેચિંગ શેરવાની પહેરી હતી. ફોટો શેર કરતી વખતે આસીસે લખ્યું – ‘વાહેગુરુ તમારો આભાર.’ કોમેન્ટ સેક્શનમાં અલી ગોનીએ લખ્યું, ‘અભિનંદન.’ ગૌહર ખાને કહ્યું, ‘અભિનંદન.’ સોનાક્ષી સિંહાએ લખ્યું, ‘ઓએમજી અભિનંદન અસીસ અને ગોલ્ડી બહેલ, આ જોડી બ્લોકબસ્ટર છે.’ તેમના સિવાય યુવિકા ચૌધરી, હિના ખાન, તુલસી કુમાર અને અન્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

ANIના અહેવાલ મુજબ, અસીસ અને ગોલ્ડી 17 જૂને લગ્નના બંધનમાં બંધાશેની માહિતી મળી હતી. જેને લઈને અસીસ કહ્યું- આ વર્ષ મારા માટે ઘણું સારું છે. કોને ખબર હતી કે મારી લવ સ્ટોરી હાર્ટબ્રેક ગીત પર સ્ટુડિયો સેશનથી શરૂ થશે. મારા લગ્નની તમામ તૈયારીઓ મારી બહેન દીદાર દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે હું અને ગોલ્ડી બંને તેમની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત છીએ.

હનીમૂન માટે રવાના થશે

અસીસ કૌર અને ગોલ્ડી છેલ્લા 7 વર્ષથી એકબીજાને ઓળખે છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં કામ માટે નજીક આવ્યા અને પછી ગુપ્ત રીતે સગાઈ કરી લીધી. આ દંપતી આશીર્વાદ લેવા માટે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લેશે. આ પછી અસીસ લંડનમાં પરફોર્મ કરશે. આ શોમાં તે સિદ્ધુ મૂઝવાલાને શ્રદ્ધાંજલિ આપશે. લંડન કોન્સર્ટ પૂરો કર્યા બાદ અસીસ પતિ ગોલ્ડી સાથે હનીમૂન માટે રવાના થશે.

અસીસના બોલિવુડમાં સોંગ

વર્ક ફ્રન્ટ પર, અસીસે ફિલ્મ ‘તમંચે’ ના ગીત ‘દિલદારા’ સાથે તેની શરૂઆત કરી હતી. તે પછી તેણે ‘બોલના’ (કપૂર એન્ડ સન્સ), ‘રાતાં લાંબિયાં’ (શેરશાહ), ‘બંદેયા રે બંદેયા’ અને ‘તેરે બિન’ (સિમ્બા), ‘વે માહી’ (કેસરી) સહિતના અન્ય ગીતો ગાયા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો