Sonam Bajwa : મુંબઈના રસ્તાઓ પર ઓટો રાઈડ અને ફેન્સ સાથે ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે સોનમ બાજવાનો આ Video

Sonam Bajwa Dance: સોનમ બાજવાનો (Sonam Bajwa) એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એક્ટ્રેસે તેના કેટલાક ફેન્સ સાથે મુંબઈના રસ્તાઓ પર ડાન્સ કરતી જોવા મળી છે અને રીક્ષા સવારી કરી છે.

Sonam Bajwa : મુંબઈના રસ્તાઓ પર ઓટો રાઈડ અને ફેન્સ સાથે ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે સોનમ બાજવાનો આ Video
Sonam Bajwa
| Edited By: | Updated on: May 21, 2023 | 5:20 PM

Sonam Bajwa Dance: પંજાબી સિનેમાનો જાણીતો ચહેરો સોનમ બાજવા (Sonam Bajwa) હવે માત્ર પંજાબમાં જ નહીં પરંતુ દેશભરમાં પોપ્યુલર છે. સોનમ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેના વીડિયો અને ફોટોઝ વાયરલ થતા રહે છે, ફેન્સ તેની સુંદરતા પર ફિદા છે. હાલમાં તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોનમે પોતે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે મુંબઈના રસ્તાઓ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે તેના કેટલાક ફેન્સ પણ જોવા મળી રહ્યા છે, જેમની સાથે મળીને સોનમ ડાન્સ કરી રહી છે. સોનમે વીડિયો શેર કરતાની સાથે જ તે ચર્ચામાં આવી ગઈ છે.

વીડિયોની શરૂઆતમાં સોનમ ઓટો ચલાવતી જોવા મળે છે. રીક્ષામાં પણ તે ડાન્સના મૂડમાં જોવા મળે છે. ત્યારબાદ તે રીક્ષામાંથી નીચે ઉતરે છે અને કેટલીક છોકરીઓ સાથે જોડાય છે અને જોરદાર ડાન્સ કરે છે. સોનમ તેની અપકમિંગ ફિલ્મ ‘ગોડ્ડે ગોડ્ડે ચા’ના ગીત ‘અલ્લારહાન દે’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયો પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

સોનમ અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “અદભૂત.” આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, “એક હી દિલ હૈ કિતની બાર જીતોગી.” અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, “મજા આવી ગઈ.”

આ પણ વાંચો: વિકી કૌશલને જોઈને ફેન થઈ ગયા પાગલ, કહ્યું- કેટરિના આ જન્મમાં તમારી છે પણ તમે દરેક જન્મમાં મારા છો, જુઓ Video

આ સિવાય કેટલાક યુઝર્સ હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા કોમેન્ટમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સોનમની ફિલ્મ ‘ગોડ્ડે ગોડ્ડે ચા’ની વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ 26 મેના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય કુમાર અરોરાએ કર્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો