કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં બોલિવૂડના નવા કલાકારોમાંનો એક છે, જેની પાસે આ ક્ષણે ફિલ્મોની લાંબી લાઈનો છે. કાર્તિકે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને એક મોટો સ્ટાર બનાવ્યો છે, પરંતુ તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા મનીષ શાહે કાર્તિક વિશે એક મોટી વાત કહી છે. તેણે અભિનેતાને અનપ્રોફેશનલ ગણાવ્યો છે. આ બધો વિવાદ મનિષ શાહ દ્વારા નિર્મિત અલ્લુ અર્જુનની ફિલ્મ (Ala Vaikunthapurramuloo)ના હિન્દી ડબ રીમેકને લઈ કેટલાક લોકો તૈયાર હતા તો કેટલાક લોકો નારાજ હતા, તેમાંથી એક કાર્તિક આર્યન છે જેમણે હિન્દી રીમેક (Shehzada)માં કામ કરી રહ્યા છે ,આ ફિલ્મનું પ્રથમ શિડ્યુલ દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યું હતું.
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ (Ala Vaikunthapurramuloo)ના હિન્દી ડબ વર્ઝનની રિલીઝની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યન પણ આ જાહેરાતથી ગુસ્સે થયો હતો કારણ કે, તેની હિન્દી ડબ કરેલી રિલીઝની તેની ફિલ્મ (Shehzada) પર મોટી અસર પડશે. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ મનીષ શાહ સાથે વાત કરી અને સિનેમાઘરોમાં તેની રિલીઝ અટકાવી દીધી, પરંતુ મનીષ શાહને કાર્તિક આર્યનનું વલણ પસંદ ન આવ્યું.
પિંકવિલામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન મનીષ શાહે કહ્યું કે, (Shehzada) ફિલ્મના નિર્માતાઓને હિન્દી વર્ઝનની રિલીઝથી ખુશ ન હતા.સાથે કાર્તિક આર્યન પણ . તેણે કહ્યું કે જો આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે તો તે આ ફિલ્મથી અલગ થઈ જશે, જેના કારણે શાહજાદાના નિર્માતાઓને 40 કરોડનું નુકસાન થશે. તે તેના માટે ખૂબ જ અનપ્રોફેશનલ છે. મનીષ શાહે વધુમાં કહ્યું કે મેં કાર્તિક આર્યન માટે કંઈ કર્યું નથી, મેં આ માત્ર અને માત્ર અલ્લુ અર્જૂન માટે કર્યું છે. બોલિવૂડના હીરો માટે હું આવું કરીશ? હું તેમને ઓળખતો પણ નથી.
તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યનને અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમુલુ’ની હિન્દી રિમેક માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે, પરંતુ ત્યારે જ તેની અસલ ફિલ્મનું હિન્દી વર્ઝન રિલીઝ થતાં વિવાદ વધ્યો હતો.