પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) તેમના ન્યુ બોર્ન બેબી અને 3 ડોગ્સ સાથે હાલમાં લોસ એન્જલસમાં (Los Angeles) રહે છે. જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગાયક-પતિ નિક જોનાસ સાથે તેના શનિવારની એક ઝલક શેર કરી છે. પ્રિયંકા અને નિક લોસ એન્જલસની આસપાસ કારમાં એક લોંગ ડ્રાઈવ માટે ગયા હતા. તેઓએ આ દરમિયાન કેટલાક હિન્દી ગીતોનો આનંદ પણ માણ્યો હતો. પ્રિયંકાએ તેણીના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નાનો વિડીયો શેર કર્યો હતો, જેમાં તેણી અને નિક તેમની કારમાં જોવા મળ્યા.
વિડિયોની શરૂઆત પ્રિયંકાની પાછળના વ્યુ મિરરમાં એક ઝલક જોઈ શકાય છે. આલિયા ભટ્ટ, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઉડતા પંજાબ’નું ‘ઇક્ક કુડી’ સોન્ગ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. ચાહકોએ આ અંગે તરત જ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ દિલજિત દોસાંઝનું ગાયેલું વર્જન છે. આલિયા ભટ્ટે પણ આ ગીત ગાયું હતું.
આ વિડિયો શેર કરતાં પ્રિયંકાએ નિકને ટેગ કરીને હાર્ટ ઇમોજીસ ઉમેર્યા છે. આ સ્ટાર કપલ નિક માટેના એવોર્ડની ઉજવણી કરી રહ્યું હોય તેવું લાગતું હતું જેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. ડાયાબિટીસ ટાઈપ 1 પર જાગૃતિ ફેલાવવા માટેના તેમના કાર્યને ઓળખવા માટે નિકને ગોલ્ડન ગ્લોવ એવોર્ડ મળશે.
પ્રિયંકાએ તાજેતરમાં જ આલિયા ભટ્ટને રણબીર કપૂર સાથેના લગ્નની શુભેચ્છા પાઠવી હતી. “ઓહ.. તમને બંનેને અભિનંદન. @aliabhatt અને રણબીર તમને બંનેને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા પાઠવું છું,” તેણીએ કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું. પ્રિયંકા આ પહેલા રણબીર કપૂર સાથે ‘બરફી’ અને ‘અંજાના અંજાની’ ફિલ્મમાં કામ કરી ચુકી છે. પ્રિયંકા હવે આલિયા ભટ્ટ સાથે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’માં કામ કરશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ જોવા મળશે.
પ્રિયંકા અને નિકે આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળક, એક પુત્રીનું સ્વાગત કર્યું હતું. જો કે, તેઓ બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમની પુત્રીના નામની કે તેની કોઈ તસવીર તેમના ફેન્સ સાથે શેર કરી નથી.
તાજેતરમાં, તેણીના પુસ્તક લોન્ચ માટે કોમેડિયન-હોસ્ટ લિલી સિંહ સાથેની ચેટમાં, પ્રિયંકાએ પ્રથમ વખત માતા બનવા વિશે વાત કરી છે. તેણીએ કહ્યું કે, “અત્યારે એક નવા માતા-પિતા તરીકે, હું વિચારી રહી છું કે હું ક્યારેય મારી ઇચ્છાઓ, ડર, મારા ઉછેરને મારા બાળક પર લાદીશ નહીં. હું હંમેશા માનું છું કે બાળકો તમારા દ્વારા નહીં આવે. જેમ કે આ મારું બાળક છે અને હું દરેક વસ્તુને આકાર આપીશ. તેઓ તેમના પોતાના જીવનને શોધવા અને બનાવવા માટે તમારા દ્વારા આવે છે. તે ઓળખીને મને ખરેખર મદદ કરી, મારા માતા-પિતા ચોક્કસ રીતે ખૂબ જ નોન-જજમેન્ટલ હતા.”
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો