Pride Months: કોલકાતામાં બે પુરૂષ મોડલે પહેરી સાડી, પોતાને કહ્યું ફેશનેબલ અને ખુશમિજાજ

|

Jul 02, 2022 | 6:17 PM

કોલકાતામાં (Kolkata) રહેતા બે પુરૂષ મોડલ પ્રીતમ ઘોષાલ અને અમિત જૈને 1 જૂનથી 30 જૂન સુધી ચાલી રહેલા એક કાર્યક્રમ પ્રાઇડ મંથ દરમિયાન સાડીઓ પહેરી હતી અને આ ઇવેન્ટમાં સાડીના ક્લેક્શનને પણ રજૂ કર્યું હતું.

Pride Months: કોલકાતામાં બે પુરૂષ મોડલે પહેરી સાડી, પોતાને કહ્યું ફેશનેબલ અને ખુશમિજાજ
Kolkata-Model-Sarees
Image Credit source: Social Media

Follow us on

સાડીને સામાન્ય રીતે મહિલાના વસ્ત્રો માનવામાં આવે છે, પરંતુ કોલકાતાના (Kolkata) બે પુરૂષ મોડલ સાડી (Sarees) પહેરીને ચર્ચામાં છે અને તેઓ તેને લિંગ સ્ટીરિયોટાઇપ્સ માટે પડકાર ગણાવી રહ્યા છે. કોલકાતામાં રહેતા બે પુરૂષ મોડલ (Model) પ્રિતમ ઘોષાલ અને અમિત જૈને 1 જૂનથી 30 જૂન સુધી ચાલી રહેલા એક કાર્યક્રમમાં પ્રાઇડ મંથ દરમિયાન ફોટોશૂટમાં સાડીઓનું ક્લેક્શન રજૂ કર્યું હતું. જેમાં વધારે સફેદ અને કાળી તથા નારંગી અને વાદળી રંગની ઉપયોગ કર્યો હતો. પ્રાઇડ મંથ માટે આયોજિત વિશેષ ફોટોશૂટ (Photo Shoot) પર બોલતા ઘોષાલે કહ્યું, “અમે નવી પેઢીના પુરુષોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ જેઓ આકર્ષક કપડાં પહેરીને લિંગ સ્ટીરિયોટાઇપ્સ અને પુરુષત્વના વિચારને પડકારે છે.”

આ પહેલ કરનાર દેવરૂપ ભટ્ટાચાર્યએ કહ્યું કે, “રૂઢિવાદી લોકો આપણી આસપાસ દરેક જગ્યાએ છે અને તેમની સાથે રહેવા માટે આપણે મજબૂર છીએ, પરંતુ પુરુષોને એક ચોક્કસ રીતે કપડાં શા માટે પહેરવા પડે છે. આનો કોઈ જવાબ નથી.”

ફોટોશૂટમાં સાડીમાં પહેરીને આવ્યા પુરુષ મોડલ

તેમણે જણાવ્યું હતું કે પ્રાઇડ મંથની ઇવેન્ટમાં આયોજિત વિશેષ ફોટોશૂટમાં એક તરફ સાડીને એક કપડાના રૂપમાં વિવિધતાને દર્શાવવામાં આવી હતી અને બીજી તરફ કપડાં પહેરવાના વિકલ્પની પસંદગી કરવાની સ્વતંત્રતાને રેખાકિંત કરવામાં આવી હતી. ઘોષાલે પ્રાઇડ મંથની ઈવેન્ટમાં આયોજિત વિશેષ શૂટમાં કહ્યું હતું, “અમે ફેશનેબલ પુરુષોની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જેઓ લિંગ પ્રથાઓને તોડવા અને પુરૂષત્વની પારંપારિક વિચારોને પડકારવા માંગે છે.” તેમણે કહ્યું, “સ્ટીરિયોટાઇપ્સ આપણી આસપાસ દરેક જગ્યાએ છે અને આપણે ઘણીવાર તેમની સાથે રહેવા માટે મજબૂર છીએ જાણે કે તેઓ આપણી ઓળખ માટે યોગ્ય હોય, પરંતુ પુરુષોએ એક નિશ્ચિત રીતે કપડાં અને વ્યવહાર કેમ કરવો પડે છે, આનો કોઈ જવાબ નથી.”

આ પણ વાંચો

પુરુષોના કપડાં સામાન્ય કપડાંની તુલનામાં વધુ આકર્ષક

તેમણે કહ્યું કે પ્રાઇડ મંથની ઈવેન્ટમાં આયોજિત વિશેષ શૂટમાં એક તરફ કપડાંના રૂપમાં સાડીની બહુમુખી પ્રતિભા પર પ્રકાશ નાખવામાં આવ્યો છે અને પસંદગીની સ્વતંત્રતાને જાળવવામાં આવી છે કે એક વ્યક્તિની પાસે કપડાં પહેરવાની અને ઈચ્છાનુસાર પોતાને વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પછી ભલે તે પરંપરાઓમાંથી અલગ છે જે સમાજ સામાન્ય રીતે લિંગ વિશિષ્ટ ડ્રેસ સાથે જોડે છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં જે બહાર આવ્યું તે સાડી પહેરેલા પુરુષોનું પ્રશંસનીય ચિત્ર છે, જેનાથી તે સામાન્ય કપડાંની તુલનામાં વધુ આકર્ષક લાગે છે.

Next Article