બોલિવૂડ અને ટોલીવુડ એક્ટર, ફિલ્મ નિર્માતા, ડાન્સર અને કોરિયોગ્રાફર પ્રભુદેવા (Prabhu Deva) આજે તેમનો 48 મો જન્મદિવસ ઉજવી મનાવી રહ્યા છે. આપણે બધા તેના દરેક પાત્રને પસંદ કરીએ છીએ. પ્રભુદેવાને (Prabhu Deva) ભારતનો માઇકલ જેક્સન પણ કહેવામાં આવે છે. પ્રભુદેવાએ (Prabhu Deva) 15 વર્ષની ઉંમરથી લઈને અત્યાર સુધી 100થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. પ્રભુદેવાના બર્થડે પર આજે અમે તમન જણાવીશું તેના જીવન વિશેની -અજાણી વાતો.
પ્રભુદેવાએ(Prabhu Deva) 32 વર્ષની કારકિર્દીમાં ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે.જેમાં પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો સમાવેશ થાય છે. પ્રભુદેવના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. પ્રભુદેવાએ લવ મેરેજ કર્યા હતા. તેણે રામલથ સાથે લગ્ન કર્યા હતા જેણે લગ્ન પછી તેમનું નામ લતા રાખ્યું હતું. જો કે 16 વર્ષ સુધી ચાલેલા લગ્ન જીવનનો અંત આવ્યો હતો. પ્રભુદેવા અને લતાને ત્રણ સંતાનો થયા હતા.જોકે તેમના મોટા પુત્રનું 2008માં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. પ્રભુદેવા લગ્ન પછી નયનતારાને દિલ દઈ બેઠા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટક્યો ના હતો. ત્રણ વર્ષ બાદ આ સંબંધનો અંત આવ્યો હતો.
લતાને જયારે પ્રભુદેવા અને નયનતારાના સંબંધ વિષે ખબર પડી હતી ત્યારે તેને 2010માં કાનૂની કાર્યવાહી કરી અને અદાલતમાં પતિ સાથે રહેવાની માંગ કરી હતી. પ્રભુદેવ અને લતાના 2011 માં છૂટાછેડા થઈ ગયા હતા. પ્રભુદેવ મુંબઇ ચાલ્યા ગયા હતા. તો બીજી તરફ પ્રભુદેવાનું 2012માં નયનતારા સાથે બ્રેકઅપ થયું હતું. તો 2020 માં સમાચાર આવ્યા હતા કે પ્રભુદેવાએ નવેમ્બરમાં ફિઝીયોથેરાપિસ્ટ અને ડોક્ટર છોકરી સાથે લગ્ન કર્યા છે. ડોક્ટર પ્રભુદેવાનો ઈલાજ કરી રહી હતી ત્યારે પ્રભુદેવા તેને દિલ દઈ બેઠા હતા, નોંધનીય છે કે, પ્રભુદેવા એક નિર્દેશક પણ છે. તેને ઘણી ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેની જલ્દી જ ફિલ્મ રિલીઝ થશે.
પ્રભુદેવ એક સારા ડાન્સર છે તેમણે ઘણી ફિલ્મોમાં ઉત્તમ કોરિઓગ્રાફી કરી છે. તેમના ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ મુશ્કેલ છે જો કે તે તે ખૂબ જ સરળતાથી કરે છે પ્રભુદેવ ઘણા શોમાં નજરે આવી ચુક્યા છે.
આ પણ વાંચોઃ વિવાદોથી ભરેલીથી Jayda pradaની જિંદગી, ત્રણ બાળકોના પિતાની જીવનસાથી તરીકે કરી હતી પસંદગી