Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા

|

Aug 17, 2021 | 9:43 AM

તાજેતરમાં એકતા કપૂરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બડે અચ્છે લગતે હૈં 2 શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો, ત્યાર બાદ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેના મિત્રોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા
Poster of upcoming show Bade Achhe Lagte Hain 2 launched

Follow us on

સોની ટીવી (Sony Tv)ના લોકપ્રિય શોમાં એક છે બડે અચ્છે લગતે હૈં, જે હવે પુનરાગમન (Bade Acche Lagte Hain 2) માટે તૈયાર છે. આ શોની સિઝન 2 ‘નયે પ્યાર કા એક ખુબસુરત પૈગામ’ છે, જે 30 વર્ષની વય વચ્ચે ઉભેલા બે લોકોની લાગણીઓને દર્શાવે છે. લગ્ન પછી, આ દંપતી ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડે છે. આ શોની સિઝન 2 માં નકુલ મહેતા (Nakuul Mehta) અને દિશા પરમાર (Disha Parmar) રામ અને પ્રિયાની (Ram Priya) ભૂમિકામાં જોવા મળશે. દિશા પરમાર અને નકુલ મહેતાએ તાજેતરમાં જ ઇન્ડિયન આઈડલ 12 ના ગ્રેટેસ્ટ ફિનાલેમાં તેમના આઇકોનિક પોઝ સાથે શોના પોસ્ટરનું અનાવરણ કર્યું હતું.

આ વિશે વાત કરતા, પ્રિયાનું (Priya) પાત્ર ભજવવા જઇ રહેલી દિશા પરમાર (Disha Parmar) કહે છે, “મને ખરેખર આશા છે કે લોકો બડે અચ્છે લગતે હૈંની સીઝન 2 ને તે જ રીતે સ્વીકારશે જેમ તેઓએ પ્રથમ સિઝનને આવકારી હતી. હું આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું અને મને આશા છે કે લોકો પણ તેનો આનંદ માણશે.”

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ટૂંકા વિરામ બાદ નકુલ પાછો ફર્યો

રામ કપૂરની (Ram Kapoor) આઇકોનિક ભૂમિકા ભજવવા માટે તૈયાર નકુલ મહેતાએ (Nakuul Mehta) કહ્યું, “મેં ટેલિવિઝનથી થોડો બ્રેક લીધો હતો, જે હું સામાન્ય રીતે બે શો વચ્ચે લઉં છું. એમપમ કોઈ ખાસ રસપ્રદ પ્રોજેક્ટ્સ મારા હાથમાં નહોતા અને પછી આ (બડે અચ્છે લગતે હૈ) માટે મને કોલ આવ્યો અને મેં કહ્યું, ‘અરે, રાહ જુઓ. પહેલા મારે તેના વિશે જાણવું છે ‘.

જાણો શા માટે નકુલે કહ્યું ‘હા’

નકુલ મહેતાએ વધુમાં કહ્યું કે આ એક વાર્તા છે જે મેં જોઈ છે. મારા માતા -પિતાને પણ આ સિરિયલ ખૂબ ગમી. મને લાગે છે કે આ પાત્ર ભજવવું એક અનન્ય પડકાર હશે. કારણ કે આ પાત્ર એવું છે જે મેં અત્યાર સુધી મારી કારકિર્દીમાં ભજવ્યું નથી, હું ખરેખર ઉત્સાહિત છું. હવે લોન્ચ નજીક આવવાથી, હું તેના વિશે વધુ ઉત્સાહિત છું. ”

એકતા કપૂરે પ્રોમો શેર કર્ય

બડે અચ્છે લગતે હૈંની સિઝન 2 શહેરી એકલતા પર કેન્દ્રિત એક નવા જમાનાની પ્રેમકથા છે. આ શો લગ્ન પછી લોકો કુદરતી રીતે કેવી રીતે પ્રેમમાં પડે છે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને આદર વિકસાવે છે તેના પર પણ પ્રકાશ પાડશે. અત્યારે અપેક્ષા છે કે આ સિઝન પણ ગત સિઝનની જેમ દર્શકોને પસંદ આવશે. જોકે, એ જોવાનું રહ્યું કે પ્રેક્ષકોને નવા રામ અને પ્રિયા ગમશે કે નહીં?

 

આ પણ વાંચો: યુઝરે અનન્યા પાંડેને પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા? અભિનેત્રી પોતે ચોંકી ગઈ અને આપ્યો આવો જવાબ

આ પણ વાંચો: આ દેશની ઉડાન માટે તૈયાર સલમાન-કેટરીના, જાણો ટાઈગર 3 નું શૂટિંગ થશે ક્યાં-ક્યાં

Next Article