જોની ડેપ (Johnny Depp) હોલીવુડનો લોકપ્રિય સ્ટાર છે. જોકે, તાજેતરમાં જ જોનીએ એક એવી વાત કહી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. જોનીએ કહ્યું છે કે તેને લાગે છે કે ફિલ્મ ઉદ્યોગ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તાજેતરમાં જ જોનીએ તેની કાનૂની પરિસ્થિતિ અને અભિનય કારકિર્દી વિશે વાત કરી હતી.
જોની પર પૂર્વ પત્ની એમ્બર હર્ડ (Amber Heard) દ્વારા ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ આરોપો અને મીડિયા ટ્રાયલ્સને કારણે તેની કારકિર્દી પણ પ્રભાવિત થઈ છે. જોનીએ કહ્યું કે, કેટલીક ફિલ્મો લોકોને સ્પર્શે છે અને મારી આગામી ફિલ્મ મીનમાટા પણ લોકોના દિલને સ્પર્શશે. એ લોકોને ખાસ જેઓ આમાંથી પસાર થયા છે અથવા આવું જ કંઈક ભોગવ્યું છે.
માનહાનીનો કેસ હારી ગયા
જોનીએ આગળ કહ્યું કે હોલીવુડે મારો બહિષ્કાર કર્યો. એક માણસ, એક અભિનેતા ખરાબ પરિસ્થિતિમાં છે, અને કેટલાય વર્ષો સુધી ખબર પણ નથી. તમને જણાવી દઈએ કે, માનહાનિનો કેસ બ્રિટિશ ટેબ્લોઈડ ધ સનમાં હાર્યા બાદ જોનીનો આ પહેલો ઈન્ટરવ્યુ છે. આ બ્રિટિશે જોનીને તેની પત્નીને મારવાવાળો કહ્યું હતો.
ગયા વર્ષે કોર્ટે કહ્યું હતું કે જોની વિશે જે લેખ લખવામાં આવ્યો છે તે ઘણી હદ સુધી સાચો છે. સાથે જ જજે એમ પણ કહ્યું કે ઘરેલુ હિંસાની 14 કથિત ઘટનાઓમાંથી 12 ઘટનાઓ બની.
જોનીને મળશે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
તાજેતરમાં જ સેન સેબેસ્ટિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટમાં, જાહેરાત કરવામાં આવી છે કે જોનીને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ તે લોકોને આપવામાં આવે છે જેમને ઇન્ડસ્ટ્રીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. તે કહે છે કે જોની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા છે. જોનીને આ પુરસ્કાર 22 સપ્ટેમ્બરે મળશે. 69 મો સાન સેબેસ્ટિયન ફિલ્મ ફેસ્ટિવલ 17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.
તમને જણાવી દઈએ કે જોનીની અનેક ફિલ્મો ભારતમાં પણ ખુબ જ લોકપ્રિય છે. સૌથી ફેમસ પાત્ર Pirates of the Caribbeanનું કેપ્ટન જેક્સ સ્પેરોનું છે. જેને લોકો આજે પણ પસંદ કરે છે. અને આ ફિલ્મની સિરીઝને વારંવાર જોવાનું પણ પસંદ કરે છે. જોનીના ફેન્સ વિશ્વભરમાં એટલા જ છે.
આ પણ વાંચો: Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા
આ પણ વાંચો: યુઝરે અનન્યા પાંડેને પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા? અભિનેત્રી પોતે ચોંકી ગઈ અને આપ્યો આવો જવાબ
Published On - 10:03 am, Tue, 17 August 21