RRR : બાહુબલી ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી(SS Rajamouli) આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં, કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલવામાં આવી છે. હવે એવા અહેવાલ છે કે, રામ ચરણ (Ram Charan) અને જુનિયર NTR(Junior NTR) સ્ટારર ફિલ્મ RRR કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. રાજા મૌલીના દિગ્દર્શિત RRR વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટ (Telangana High Court)માં PIL દાખલ કરવામાં આવી છે, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
આરોપ છે કે, ફિલ્મમાં બે સ્વતંત્રતા સેનાનીઓનો ઈતિહાસ ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક વિદ્યાર્થીએ ફિલ્મ RRR વિરુદ્ધ આ PIL દાખલ કરી છે અને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વિદ્યાર્થીનું કહેવું છે કે, ફિલ્મમાં અનેક ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે, તેથી સેન્સર બોર્ડે તેના પર ધ્યાન આપવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.
આ કેસમાં જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ વેંકટેશ્વર રેડ્ડીએ સુનાવણી કરી હતી. હવે આ પછી આગામી સુનાવણીની રાહ જોવાઈ રહી છે. ફિલ્મ પહેલાથી જ કોરોનાને કારણે અટકી ગઈ હતી, ત્યારબાદ હવે રાજા મૌલીની ફિલ્મ પર આ મુસીબત આવી ગઈ છે. હાલમાં, આ મામલે રાજામૌલી અથવા RRRની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે, દેશભરમાં વધી રહેલા કોવિડ કેસને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ કેસ વધવાના કારણે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. હિન્દી ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. તો અજય દેવગનની એક ઝલક ફિલ્મ RRRમાં પણ જોવા મળવાની છે. આવી સ્થિતિમાં, ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
તમને જણાવી દઈએ કે, જંગી બજેટમાં બનેલી આ ફિલ્મની રિલીઝમાં અનેક અવરોધો બાદ મેકર્સને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.