Paresh Rawal Birthday: ગુજરાતી ફિલ્મથી કરિયરની કરી શરૂઆત, આજે બોલિવુડના દિગ્ગજ અભિનેતા છે પરેશ રાવલ

30 મે, 1950ના રોજ મુંબઈમાં જન્મેલા પરેશ રાવલ આજે પોતાની જોરદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તેમનો ઈરાદો સિવિલ એન્જિનિયર બનવાનો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તે નોકરી શોધવા માંગતા હતા.

Paresh Rawal Birthday: ગુજરાતી ફિલ્મથી કરિયરની કરી શરૂઆત, આજે બોલિવુડના દિગ્ગજ અભિનેતા છે પરેશ રાવલ
Paresh Rawal Birthday
| Edited By: | Updated on: May 30, 2023 | 9:51 AM

જબરદસ્ત કોમિક ટાઈમિંગ અને અભિનયથી અમીટ છાપ છોડનાર પરેશ રાવલને અનુભવી કલાકાર ગણવામાં આવે છે. તેણે તમામ પ્રકારના રોલમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ક્યારેક તેમણે ‘હેરા ફેરી’ના બાબુરાવ ગણપતરાવ આપ્તે બનીને દર્શકોને હસાવ્યા તો ક્યારેક ‘ઓહ માય ગોડ’ના કાનજી લાલજી મહેતા બનીને લોકોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો.

પરેશ રાવલે માત્ર કોમેડી જ નહીં પણ ખલનાયક તરીકે પણ પ્રશંસા મેળવી છે. તેમને પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારો જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

એક્ટર નહીં એન્જિનિયર બનવા માંગતા હતા

30 મે, 1950ના રોજ મુંબઈમાં જન્મેલા પરેશ રાવલ આજે પોતાની જોરદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તેમનો ઈરાદો સિવિલ એન્જિનિયર બનવાનો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તે નોકરી શોધવા માંગતા હતા, જેના માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ આજે તે સફળતાના એવા તબક્કે છે, જ્યાં સફળતા તેના પગ ચૂમી રહી છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર જાણીશું એવી ફિલ્મો વિશે જે પરેશ રાવલને શૂન્યથી ટોચ પર લઈ ગઈ.

ગુજરાતી ફિલ્મે પરેશ રાવલને બનાવ્યા હિરો

પરેશ રાવલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં ગુજરાતી ફિલ્મ ‘નસીબ ની બલિહારી’થી કરી હતી. આ પછી, 1984 માં, તેણે ‘હોળી’માં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી. તેમને 1986માં આવેલી ફિલ્મ ‘નામ’થી અભિનેતાને ઓળખ મળી હતી. પરેશ રાવલ 1980 થી 1990 સુધી 80 થી વધુ ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં કેપ્ચર, રામ લખન, બાજી સહિતની ઘણી ફિલ્મો સામેલ છે.

આ ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા યાદગાર બની

પરેશ રાવલ બહુ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમના વ્યક્તિત્વના ઘણા રંગો છે, જે દરેક રંગમાં બંધબેસે છે. તેઓ 1994માં કેતન મહેતાની સરદારમાં વલ્લભભાઈ પટેલની યાદગાર ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મ પછી કલાકાર તરીકે તેમની પ્રગતિ વધતી ગઈ. રાજકુમાર સંતોષીની એક્શન-કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મ બોલિવૂડમાં ફરી ક્યારેય બની નથી. આમિર ખાન અને સલમાન ખાનની કોમેડીથી શણગારેલી આ ફિલ્મમાં પરેશ રાવલે ડબલ રોલ કર્યો હતો. તેનો અભિનય આખી ફિલ્મમાં સૌથી વધુ હાઇલાઇટિંગ પોઇન્ટ હતો.

હેરા ફેરી ફિલ્મમાં પણ તેમનુ દરેક પાત્ર હંમેશા યાદગાર છે. આ સાથે જ હંગામા, સંજૂ, ઓ માય ગોડ જેવી અનેક હિટ ફિલ્મોઆપીને દર્શકોના દિલ જીતી લીધા છે