Oscar Banned Will Smith: ક્રિસ રોકને મારેલી થપ્પડ પડી મોંઘી, એકેડેમી એવોર્ડ્સે વિલ સ્મિથને 10 વર્ષ માટે કર્યો બેન

|

Apr 09, 2022 | 7:44 AM

હકીકતમાં ઓસ્કાર એવોર્ડના દિવસે કોમેડિયન ક્રિસ રોકે (Chris Rock) વિલ સ્મિથ(Will Smith)ની પત્ની જાડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. છેલ્લા ઘણા સમયથી 'એલોપેસિયા' નામની બીમારી સામે લડી રહેલી તેની પત્નીની મજાક વિલને પસંદ ન પડી અને તેણે ક્રિસ રોક પર હાથ ઉપાડ્યો.

Oscar Banned Will Smith: ક્રિસ રોકને મારેલી થપ્પડ પડી મોંઘી, એકેડેમી એવોર્ડ્સે વિલ સ્મિથને 10 વર્ષ માટે કર્યો બેન
Will Smith, Chris Rock (Instagram)

Follow us on

ઓસ્કાર (Oscar Awards) એવોર્ડના દિવસે સ્ટેજ પર પોતાની બીટ હોસ્ટ કરી રહેલા કોમેડિયન ક્રિસ રોક (Chris Rock)ને થપ્પડ મારવા બદલ હોલીવુડ અભિનેતા વિલ સ્મિથ (Will Smith) પર એકેડેમી એવોર્ડ્સમાંથી આગામી 10 વર્ષ (10 years Ban) માટે બેન લગાવવામાં આવ્યો છે. એટલે કે, આગામી દાયકા સુધી વિલ સ્મિથ માત્ર ઓસ્કાર જ નહીં, પરંતુ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત અન્ય કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. હકીકતમાં ઓસ્કાર એવોર્ડના દિવસે કોમેડિયન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જાડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. છેલ્લા ઘણા સમયથી ‘એલોપેસિયા’ નામની બીમારી સામે લડી રહેલી તેની પત્નીની મજાક વિલને પસંદ ન પડી અને તેણે ક્રિસ રોક પર હાથ ઉપાડ્યો.

વિલ સ્મિથની આ હરકત માટે તેને સજા ફટકારનાર એકેડેમી એવોર્ડ કમિટીએ પણ તેને મળેલો ‘ઓસ્કાર’ પાછો ન લેવાનો નિર્ણય પણ લીધો છે. હકીકતમાં, સ્મિથને ‘કિંગ રિચર્ડ’ માટે ‘ઓસ્કાર 2022’માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવી અટકળો હતી કે તેની થપ્પડને કારણે એકેડેમી એવોર્ડ કમિટી તેનો એવોર્ડ પાછો લઈ શકે છે, પરંતુ તેમ થયું નથી. આ સમગ્ર મામલે કમિટીએ સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.

વિલ સ્મિથે પહેલા જ પોતાનું રાજીનામું આપી દીધું છે

એકેડેમી એવોર્ડ્સના પ્રમુખ ડેવિડ રુબિન અને સીઈઓ ડોન હડસન દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “બોર્ડે નિર્ણય લીધો છે કે 8 એપ્રિલ, 2022થી શરૂ થતા 10 વર્ષના સમયગાળા માટે વિલ સ્મિથને કોઈપણ એકેડેમી ઇવેન્ટ્સમાં વ્યક્તિગત રૂપે અથવા વર્ચ્યુઅલ રૂપ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એકેડેમીના ગવર્નરોએ શુક્રવારે સવારે બોર્ડના સભ્યો સ્ટીવન સ્પીલબર્ગ અને હૂપી ગોલ્ડબર્ગ સહિત બોર્ડના સભ્યોને સ્મિથ સામેની કાર્યવાહી અંગે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. જોકે, વિલ સ્મિથે પહેલા જ આ ગ્રુપમાંથી રાજીનામું આપી દીધું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કલાકારો અને મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો

ઓસ્કારમાં નોમિનેટ થવા માટે અભિનેતાઓએ એકેડેમીના સભ્યો હોવા જરૂરી નથી, જો કે દર વર્ષે ઓસ્કાર માટે નામાંકિત થયેલા કલાકારોને આ ગ્રુપના સભ્યો દ્વારા મત આપવામાં આવે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “94મો ઓસ્કાર એ ઘણા લોકોની સફળતાની ઉજવણી કરવા માટે હતો જેમણે છેલ્લા એક વર્ષમાં અવિશ્વસનીય કાર્ય કર્યું છે. તેથી જ વિલ સ્મિથની ક્રિયાઓના પ્રતિભાવમાં અમે આજે જે પગલાં લઈ રહ્યા છીએ તે અમારા કલાકારો અને મહેમાનોની સલામતીનું રક્ષણ કરવા અને એકેડેમીમાં વિશ્વાસ રાખવાના એક વધુ ધ્યેય તરફ વધુ એક પગલું હશે.”

આ પણ વાંચો: IPL 2022: RCB vs MI Playing XI Prediction: મુંબઈ જીતવા માટે ટીમમાં કરશે 2 ફેરફાર તો બેંગલોર પણ ટીમમાં કરી શકે છે ફેરબદલ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારાના દોર વચ્ચે આજે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article