Oscars 2022 : 1500 સ્ટાર્સના ભોજન માટે રસોડામાં તૈયારીઓ શરુ, દુનિયાભરના 200 શેફ એકઠા થયા

|

Mar 26, 2022 | 1:18 PM

27 માર્ચે લોસ એન્જલસમાં યોજાનાર ‘ઓસ્કર એવોર્ડ્સ’ (Oscars 2022)ને લઈને સમગ્ર વિશ્વનો મનોરંજન ઉદ્યોગ ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે મનોરંજન જગત માટે તે સૌથી મોટી ઉજવણીની રાત હશે.

Oscars 2022 : 1500 સ્ટાર્સના ભોજન માટે રસોડામાં તૈયારીઓ શરુ, દુનિયાભરના 200 શેફ એકઠા થયા
Oscars 2022:1500 સ્ટાર્સના ભોજન માટે રસોડામાં તૈયારીઓ શરુ, દુનિયાભરના 200 શેફ ભેગા થયા
Image Credit source: Twitter

Follow us on

Oscars 2022: (94th Academy Awards) ને આડે ગણતરીના દિવસો રહ્યા છે. ઓસ્કાર 2022 એટલે કે 94માન ઓસ્કાર એવોર્ડ સમારોહ 27 માર્ચ, રવિવારના રોજ લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં યોજાશે અને ભારતીય પ્રેક્ષકો (Indian audience)28 માર્ચે આ કાર્યક્રમનો આનંદ માણી શકશે. આ એવોર્ડ નાઈટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેની ઝલક પણ સામે આવી ગઈ છે. સ્ટેજની સામે શું થવાનું છે તે જોવા માટે બધા તૈયાર છે, અહીં અમે તમને કેટલીક પડદા પાછળની ઝલક બતાવી રહ્યા છીએ. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઓસ્કાર એવોર્ડની સાંજે મહેમાનોના સ્વાગત માટે રસોડામાં જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કહેવામાં આવી રહ્યું છે કે, આ એવોર્ડ ફંક્શનમાં આવનારા મહેમાનો માટે દુનિયાભરમાંથી લગભગ 200 શેફ કિચનમાં એકઠા થયા છે. ઓસ્ટ્રેલિયન-અમેરિકન રસોઇયા Wolfgang Puck અને તેમની કેટરિંગ કંપની આ વિશિષ્ટ ઇવેન્ટ માટે મેનુ બનાવવા માટે વિશ્વના ઘણા ટોચના શેફ સાથે કામ કરી રહી છે. આ શેફ ઈવેન્ટમાં આવનારી 1500 સેલિબ્રિટીઝ માટે ભોજન તૈયાર કરવા માટે લગભગ એક સપ્તાહ અગાઉથી પ્લાનિંગ અને તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ જગતની આ સૌથી મોટી ઘટના છે, જ્યાં 200 લોકો મહેમાનોનું સ્વાગત કરવા રસોડામાં અને 600 લોકો ડાઇનિંગ રૂમમાં હશે જેથી 1500 મહેમાનોનું સ્વાગત કરવામાં કોઈ કમી ન રહે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઓસ્કાર એવોર્ડની સાંજે મહેમાનોના સ્વાગત માટે રસોડામાં જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે.

આ 3 સેલિબ્રિટી ઓસ્કાર હોસ્ટ હશે

લગભગ 3 વર્ષ બાદ એકેડેમી એવોર્ડ્સ ‘ઓન ગ્રાઉન્ડ’ યોજાઈ રહ્યા છે. અગાઉ આ એવોર્ડ શોનું આયોજન કોરોના મહામારીને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે આ વખતે ત્રણ સેલિબ્રિટી આ શોને હોસ્ટ કરતી જોવા મળશે. હાસ્ય કલાકારો એમી શૂમરની સાથે, રેજિના હોલ અને વાન્ડા સાયક્સ ​​પણ 94મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવાના છે. એલેન આ શોને ઘણી વખત હોસ્ટ પણ કરી ચૂકી છે.

 

 

આ પણ વાંચો : ‘RRR’ BO Collection: રાજામૌલીની ફિલ્મ પ્રથમ દિવસે જ 100 કરોડ કલબમાં સામેલ, રિલિઝ થયા બાદ તોડ્યા ઘણી ફિલ્મોના રેકોર્ડ

Next Article