OMG! શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યા 8 ફૂટ લાંબા 2 સાપ, રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યો

શાહરૂખ ખાનના મુંબઈ બંગલા 'મન્નત'માં સાપ મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. 17 ઓગસ્ટના રોજ, કિંગ ખાનના નિવાસસ્થાનના લોન પર બે સાપ જોવા મળ્યો હતા. તાત્કાલિક રેસ્ક્યુ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

OMG! શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યા 8 ફૂટ લાંબા 2 સાપ, રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યો
SNAK IN SAHRUKH MANNAT
| Updated on: Aug 19, 2026 | 9:47 AM

બોલીવુડના ‘કિંગ’ શાહરૂખ ખાનના મુંબઈ બંગલા ‘મન્નત’માં સાપ મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. 17 ઓગસ્ટના રોજ, કિંગ ખાનના નિવાસસ્થાનના લોન પર બે સાપ જોવા મળ્યો હતા. તાત્કાલિક રેસ્ક્યુ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. તેમણે સંપૂર્ણ સલામતીની સાવચેતી સાથે પરિસ્થિતિનો સામનો કર્યો હતો, અને એક સાપને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. જોકે હજુ પણ બીજો સાપ પકડમાં આવ્યો નથી.

કિંગ ખાનના ‘મન્નત’માં સાપ જોવા મળ્યો

અહેવાલો અનુસાર, સાપ બચાવનાર વિક્કી દુબેને મન્નતમાં સાપની હાજરી વિશે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આખા ઘરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને સાપને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. મળી આપવેલ સાપ ધામણ હતો, જે લગભગ 8 ફૂટ લાંબો હતો. સદનસીબે, સાપ બિન-ઝેરી હતો. આ હકીકતથી મન્નતના સ્ટાફ અને સુરક્ષા રક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધામણ સાપ ઘરમાં ઘુસી ગયો હતો !

ઉલ્લેખનીય છે કે, નાગ પંચમી (17 ઓગસ્ટ) ના રોજ કિંગ ખાનના ઘરમાં સાપ જોવા મળ્યો હતો. સુપરસ્ટારના ઘરમાં સાપ ઘૂસ્યાના સમાચાર ફેલાતાં જ ચાહકો ગભરાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે બધા સુરક્ષિત છે, અને કોઈને કે કોઈ મિલકતને કોઈ નુકસાન થયું નથી.

નોંધનીય છે કે શાહરૂખનો વૈભવી બંગલો, મન્નત, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત છે. જે શહેરના સૌથી ઉચ્ચ કક્ષાના વિસ્તારોમાંનો એક છે. આ બંગલો પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે; અન્ય પ્રદેશોના મુલાકાતીઓ ઘણીવાર આ સુંદર નિવાસસ્થાન જોવા માટે આવે છે. શાહરૂખે મૂળ રીતે આ બંગલો ₹18 કરોડમાં ખરીદ્યો હતો, અને હવે તેની કિંમત આશરે ₹300 કરોડ હોવાનો અંદાજ છે.

ચાહકો ‘કિંગ’ ની રાહ જોઈ રહ્યા છે

કામની વાત કરીએ તો, કિંગ ખાનની આગામી ફિલ્મનું નામ કિંગ છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ આ વર્ષે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તેમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ચાહકો આ મલ્ટીસ્ટારર ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સતત અનેક ફ્લોપ ફિલ્મો પછી, શાહરૂખે પઠાણ અને જવાન જેવી હિટ ફિલ્મો સાથે ઉદ્યોગમાં શાનદાર વાપસી કરી. ચાહકોને આશા છે કે તે ફરી એકવાર સ્ક્રીન પર ધૂમ મચાવશે.

TMKOC: જાણો શું કરે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોના રિયલ લાઈફ પાર્ટનર્સ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 9:47 am, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.