OMG 2: અક્ષય કુમારે શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ, ભગવાન શિવના અવતારમાં શેર કર્યું પોસ્ટર

|

Oct 23, 2021 | 9:41 PM

અક્ષય કુમારે (Akshay Kumar) તેમની આગામી ફિલ્મ OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.

OMG 2: અક્ષય કુમારે શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ, ભગવાન શિવના અવતારમાં શેર કર્યું પોસ્ટર
Akshay Kumar

Follow us on

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે. અક્ષય પાસે આજકાલ ફિલ્મોની લાઈન છે. હવે તેમણે પોતાની આગામી ફિલ્મ OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

 

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં તેઓ ભગવાન શિવના અવતારમાં જોવા મળે છે. પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું – કર્તા કરે ના કર સકે. શિવ કરે સો હોએ. તમારા બધાના આશીર્વાદની જરૂર છે. OMG 2, અમે તમારી સામે એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો લાવી રહ્યા છીએ. આ યાત્રાના માધ્યમથી આદિયોગીની શાશ્વત ઉર્જા અમને આશીર્વાદ આપે. હર હર મહાદેવ.

 

અહીં જુઓ અક્ષય કુમારની પોસ્ટ

 

 

 

ઉજ્જૈનમાં શરૂ થયું શૂટિંગ

અક્ષય કુમારે ઉજ્જૈનના રામઘાટમાં OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ થશે. જોકે ફિલ્મના શૂટિંગ દરમિયાન દર્શન કરવા વાળાઓ માટે કોઈ સમસ્યા નહીં થાય. આ સાથે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવશે, જેથી ફિલ્મના શૂટિંગમાં કોઈ સમસ્યા ન આવે.

 

OMG 2માં અક્ષય કુમાર સાથે યામી ગૌતમ (Yami Gautam) અને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે OMG 2નું શેડ્યૂલ ઉજ્જૈનમાં 17 દિવસ માટે રાખવામાં આવ્યું છે. ઉજ્જૈન ઉપરાંત OMG 2નું શૂટિંગ ઈન્દોરમાં પણ થવાનું છે. 7 નવેમ્બર સુધી ઉજ્જૈન અને ઈન્દોરમાં શૂટિંગ ચાલશે.

 

પંકજ સાથે જોવા મળ્યા હતા અક્ષય

 

 

 

પંકજ ત્રિપાઠી પહેલી વાર અક્ષય કુમાર સાથે કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. અક્ષયે પંકજને પોતાના મિત્ર ગણાવ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે બ્રહ્માંડની શરૂઆત જ્યાં, બ્રહ્માંડનું પ્રયાણ જ્યાં, આદિ અને અનંતકાળના સ્વામી, ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા તપસ્વીઓનું શહેર ઉજ્જૈન પહોંચ્યા હું અને મારા મિત્ર પંકજ ત્રિપાઠી. ઓહ માય ગોડના બીજા ભાગમાં બંને એક સાથે જોવા મળશે.

 

આ ફિલ્મ 2012માં આવેલી ફિલ્મ OMGની સિક્વલ છે. ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ (Paresh Rawal) અક્ષય (Akshay Kumar) સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ધાર્મિક માન્યતાઓ પર આધારિત હતી. ફિલ્મ OMG 2માં જૂની વાર્તાને આગળ વધારવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ શહેરના ધાર્મિક સ્થળો પર કરવામાં આવશે. ફિલ્મમાં ચાહકોને કંઈક નવું જોવા મળશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો :- ‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

 

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

 

Next Article