Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

|

Sep 18, 2021 | 12:15 AM

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા દસ્તાવેજ મુજબ પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તાનું સત્તાવાર નામ છે. આ પરથી સ્પષ્ટ છે કે યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા છે.

Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?
Nusrat Jahan

Follow us on

ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) ના બાળકના પિતા વિશે સતત અટકળો ચાલતી હતી, પરંતુ હવે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (Kolkata Municipal Corporation) દ્વારા આપવામાં આવેલા બાળકના પ્રમાણપત્ર (Birth Certificate) માંથી તેના પિતાનું નામ બહાર આવ્યું છે. હા, અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તા (Yash Dasgupta) નું સત્તાવાર નામ છે, જ્યારે સર્ટિફિકેટમાં બાળકનું નામ ઇશાન (Yishaan) જે દાસગુપ્તા લખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ 26 ઓગસ્ટ 2021 ના ​​રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રીની ગર્ભાવસ્થા ઘણા વિવાદોમાં રહી હતી. કારણ કે તેમની ગર્ભાવસ્થા સમયે, તેમણે તેના પતિ નિખિલ જૈન સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. નુસરત જહાંએ કહ્યું હતું કે નિખિલ જૈન સાથે તેમના લગ્ન વૈધ નોહતા. તે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી હતી. તે પછી નિખિલ જૈને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું કે તે બાળકનો પિતા નથી.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Birth certificate of Nusrat Jahan’s baby

બાળકના જન્મ સાથે જ પિતાનું નામ પૂછવામાં આવી રહ્યું હતું

નુસરત જહાંના બાળકના જન્મ સમયે અભિનેતા યશ દાસગુપ્તા હંમેશા તેની સાથે જોવા મળતા હતા. યશ દાસગુપ્તા જ નુસરત જહાંને હોસ્પિટલ લઈ ગયા હતા અને યશ દાસગુપ્તાએ પણ બાળકના જન્મ અંગેની પ્રથમ માહિતી આપી હતી, પરંતુ ત્યારથી બાળકના પિતા વિશે અટકળો ચાલી રહી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે નુસરત જહાંના બાળકના પિતા અભિનેતા યશ દાસગુપ્તા છે. નુસરતના બાળકના જન્મ નોંધણીની વિગતો પબ્લિક ડોમેનમાં સામે આવી છે. આમાં બાળકનું પૂરું નામ ઈશાન (Yishaan) જે દાસગુપ્તા લખવામાં આવ્યું છે.

 

Nusrat Jahan and Yash Dasgupta

અભિનેતા યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા દસ્તાવેજ મુજબ પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તાનું સત્તાવાર નામ છે. આ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા છે. અત્યાર સુધી યશ દાસગુપ્તાના નામે માત્ર અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે તે સત્તાવાર બની ગયું છે કે યશ દાસગુપ્તા બાળકના પિતા છે. અમે તમને જણાવી દઈએ કે બાળકનું નામ ઈશાન રાખવામાં આવ્યા બાદ ચર્ચા તેજ થઈ ગઈ હતી, કારણ કે આ નામ સાથે યશ નામ જોડાયેલું હતું, જે અભિનેતા યશ દાસગુપ્તાનું નામ છે.

 

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

Next Article